દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) વર્ષ 2022નું બજેટ રજૂ કર્યું છે. આ વખતે કેન્દ્રીય બજેટ-2022માં આવકવેરાના સ્લેબમાં (Income tax Slab) કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે પહેલાની જેમ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, સહકારી કર ઘટાડવાની સાથે મોદી સરકારે તેના પરના સરચાર્જમાં ઘટાડો કર્યો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ વખતે તેમનું બજેટ ભાષણ 90 મિનિટમાં પૂરુ કર્યું હતુ.
તમને જણાવી દઈએ કે, નિર્મલા સીતારમણે વર્ષ 2020માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યુ હતું. તેમણે પોતાનું બજેટ ભાષણ 2 કલાક 40 મિનિટ એટલે કે કુલ 160 મિનિટમાં પૂરુ કર્યું.
બજેટ ભાષણ ક્યારે અને કેટલા સમયે પૂરું થયું
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ વર્ષે બજેટ ભાષણ ખૂબ જ નાનુ હતુ અને તે માત્ર 90 મિનિટ એટલે કે 1 કલાક 30 મિનિટમાં પૂરું થઈ ગયુ હતુ. અત્યાર સુધીમાં નિર્મલા સીતારમણ 4 વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. જેમાં તેણે વર્ષ 2020માં સૌથી લાંબો સમય લીધો હતો.આ બજેટ ભાષણ 2 કલાક 40 મિનિટ સુધી ચાલ્યુ હતું.
આ પહેલા તેમણે 2019માં બજેટ ભાષણ 2 કલાક 17 મિનિટનું હતું. એટલે કે 137 મિનિટ ચાલ્યુ હતુ. જ્યારે વર્ષ 2021 માં આ સમયગાળો ઘટાડવામાં આવ્યો અને આ બજેટ ભાષણ 1 કલાક 40 મિનિટ સુધી ચાલ્યું. એટલે કે વર્ષ 2021નું બજેટ ભાષણ 100 મિનિટનું હતું.
આ વર્ષનું સૌથી નાનું બજેટ ભાષણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષ એટલે કે 2022નું સૌથી ટૂંકું બજેટ ભાષણ આપ્યુ હતુ. આ વર્ષે તેમણે 1 કલાક 30 મિનિટ એટલે કે 90 મિનિટમાં પોતાનું બજેટ ભાષણ પૂરું કર્યું.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment