Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Wednesday, 2 February 2022

બજેટ બાદ શેરબજારમાં તેજી યથાવત, Sensex 59,383 સુધી ઉછળ્યો

   


બજેટને શેરબજારે વધાવ્યું હતું જે 1000 અંક સુધી વધ્યું હતું. કારોબારના અંતે શેરબજારમાં સેન્સેક્સ 1.46 ટકા અને નિફટી 1.52 ટકા વધારો દર્જ કરીને બંધ થયું હતું. 


બજેટ બાદ આજે સતત બીજા દિવસે પણ બજાર મજબૂત સ્થિતિમાં કારોબાર કરી રહ્યો છે.  આજે પ્રારંભિક કારોબારમાં બંને મુખ્ય ઈન્ડેક્સ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. Sensex  ગઈકાલના 58,862.57 ના બંધ સ્તર સામે વધારો દર્જ કરી 59,293.44 ઉપર ખુલ્યો હતો. Sensex  ઉપલા સ્તરે 59,364.91 જયારે નીચલા સ્તરે 59,193.05 ઉપર જોવા મળ્યો હતો. Nifty ની વાત કરીએ તો 17,529.45 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો જે 17,622.40 સુધી ઉછળ્યો હતો.

વૈશ્વિક સંકેત સારા મળ્યા
વૈશ્વિક બજારોમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. યુએસ બજારો લીલા નિશાન સાથે બંધ થયા છે. ડાઉ જોન્સ 273 પોઈન્ટ વધીને 35,405.24 પર બંધ થયો હતો. બીજી બાજુ Nasdaq, 100 થી વધુ પોઈન્ટ ઉછળીને 14346 પર બંધ થયો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી 69.50 ના વધારા સાથે 17600 ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો. SGX નિફ્ટીમાં થોડો વધારો પણ ભારતીય શેરબજાર પર હકારાત્મક અસર છે. ભારતીય શેરબજારમાં આજે ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો પણ આવશે. તેમાં HDFC, અદાણી ગ્રીન એનર્જી, ડાબર ઈન્ડિયા, બલરામપુર ચીની મિલ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસ સહિતના ઘણા શેરો સામેલ છે.

બજેટને શેરબજારે તેજી સાથે આવકાર્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ રજૂ કર્યુંછે.  બજેટને શેરબજારે વધાવ્યું હતું જે 1000 અંક સુધી વધ્યું હતું. કારોબારના અંતે શેરબજારમાં સેન્સેક્સ 1.46 ટકા અને નિફટી 1.52 ટકા વધારો દર્જ કરીને બંધ થયું હતું.  અગાઉ આર્થિક સર્વેની રજૂઆત બાદ પણ  બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. બજેટના દિવસે  શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું હતું. Sensex 58,672.86 ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 59,032.20 સુધી નજરે પડ્યો હતો. Nifty ની વાત કરીએ તો ઇન્ડેક્સ 17,622.40 સુધી ઉછળ્યો હતો. આ સૂચકઆંકએ આજે 17,529.45 ઉપર કારોબારની શરૂઆત કરી હતી. જોકે 1000 અંકની વૃદ્ધિ દેખાડનાર બજાર  બપોરે 1.17 વાગે લાલ નિશાન નીચે સરકી ગયું હતું જોકે ફરી રિકવરી પણ થઇ હતી અને બજાર ફરી મજબૂત સ્થિતિમાં પહોંચ્યું હતું.

મંગળવારે શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX58,862.57+848.40 
NIFTY17,604.10+264.25 

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
Share:

0 Comments:

Post a Comment

Ads