અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસ અને મોતના આંકડાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.
અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસ અને મોતના આંકડાને લઇને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.
અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ફરી વધારો નોંધાયો છે. શહેરમાં નવા 41 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. 265 ઘરોના 1030 લોકોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે.
મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસોને લઇને હવે AMC દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. હવે અમદાવાદ શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટ થશે. લોકો રાત્રે 10 વાગ્યા સુધીમાં AMCના સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જઇને ટેસ્ટિંગ કરાવી શકે તે માટે ડોમ પર નજીકના CHC સેન્ટરોની માહિતી મુકવામાં આવશે. ડોમમાં કિટ નહીં હોય તો CHC પર જઈ લક્ષણો ધરાવતા વ્યક્તિ ટેસ્ટિંગ કરાવી શકાશે. આ સાથે ટેસ્ટિંગ કિટ ખૂટવાની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે ટેસ્ટિંગ કિટ વધારી આપવા સહિતની સૂચનાઓ AMCની સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં આપવામાં આવી છે.
0 Comments:
Post a Comment