આગામી હપ્તાના પૈસા આવે તે પહેલાં, એકવાર તમારું તમામ સ્ટેટસ તપાસો અને જો તમારા રજીસ્ટ્રેશનમાં કોઈ ભૂલ છે, તો તેને સુધારી પણ લો જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય. આ સરળ રીતે તમે કોઈપણ પ્રકારની ભૂલને સુધારી શકો છો.
જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને 11મા હપ્તા (11th Installment)ની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. પીએમ કિસાન યોજના (PM Kisan Yojana)હેઠળ, સરકાર દ્વારા લાભાર્થી ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય રકમ આપવામાં આવે છે. જેમાં બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આવે છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ 10 હપ્તા બહાર પાડ્યા છે. કેન્દ્ર સરકારે આ મહિને કરોડો ખેડૂતો(Farmers)ના ખાતામાં 10મા હપ્તા (10th Installment)ના બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
જે ખેડૂતોને યોજના હેઠળ દસ હપ્તાના નાણાં મળ્યા છે તેઓ હવે 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 10મો હપ્તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં આવ્યો હતો, તે મુજબ એપ્રિલના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આવી સ્થિતિમાં, આગામી હપ્તાના પૈસા આવે તે પહેલાં, એકવાર તમારું તમામ સ્ટેટસ તપાસો અને જો તમારા રજીસ્ટ્રેશનમાં કોઈ ભૂલ છે, તો તેને સુધારી પણ લો જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય. આ સરળ રીતે તમે કોઈપણ પ્રકારની ભૂલને સુધારી શકો છો.
આ રીતે સુધારો
સૌથી પહેલા તમારે પીએમ કિસાનની વેબસાઈટ pmkisan.gov.in પર જવું પડશે. અહીં તમે ટોચ પર એક લિંક ફોમર્સ કોર્નર જોશો, અહીં ક્લિક કરો. આ પછી તમને આધાર એડિટની લિંક દેખાશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સામે એક પેજ ખુલશે, જેના પર તમે તમારો આધાર નંબર સુધારી શકો છો.
જો એકાઉન્ટ નંબર ખોટો છે અથવા તમે તમારા એકાઉન્ટ નંબરમાં કોઈ ફેરફાર કરવા માંગો છો, તો તમારે તમારા કૃષિ વિભાગની ઓફિસ અથવા એકાઉન્ટન્ટનો સંપર્ક કરવો પડશે. ત્યાં જઈને તમે તેનાથી થયેલી ભૂલ સુધારી શકો છો. આ સિવાય રજીસ્ટ્રેશન પછી પણ જો તમને લિસ્ટમાં તમારું નામ ન દેખાય તો તમે હેલ્પલાઈન નંબર 155261 અથવા 011-24300606 પર વાત કરીને તમારું નામ એડ કરી શકો છો.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment