IPOમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે LICના રેકોર્ડમાં તેમનો PAN અપડેટ થયેલ છે.
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO લઈને આવી રહ્યું છે. LIC એ તેના પ્રસ્તાવિત IPO ના 10 ટકા પોલિસીધારકો માટે અનામત રાખ્યા છે. જો તમે LIC ના પોલિસીધારક છો અને IPO માં ભાગ લેવા માંગો છો, તો આ માટે તમારે તમારા PAN ને તમારી પોલિસી સાથે લિંક કરવું પડશે.
LICએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, IPOમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે LICના રેકોર્ડમાં તેમનો PAN અપડેટ થયેલ છે. આ ઉપરાંત, દેશમાં કોઈપણ જાહેર ઓફરમાં ભાગ લેવા માટે ગ્રાહક પાસે માન્ય ડીમેટ ખાતું હોવું જરૂરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે LIC તેના ગ્રાહકોને પરમેનન્ટ એકાઉન્ટ નંબર અથવા PAN અપડેટ કરવાની સતત સલાહ આપી રહી છે કારણ કે IPOમાં ભાગ લેવા માટે તે સૌથી મહત્વપૂર્ણ KYC છે. IPO જારી કરતી વખતે ગ્રાહકોનો PAN અપડેટ કરવો સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેના વિના IPO ખરીદી શકાતો નથી. IPOની નિયમનકારી મંજૂરી માટે PAN અપડેટ મહત્વપૂર્ણ છે.
LIC વેબસાઇટની મદદ લો સૌથી પહેલા એલઆઈસીની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ, જ્યાં હોમપેજ પર તમને ઓનલાઈન PAN રજીસ્ટ્રેશન વિકલ્પ જોવા મળશે. આગળના પગલામાં તમારે તમારું ઈમેલ આઈડી, PAN, મોબાઈલ નંબર અને LIC પોલિસી નંબર આપવાનો રહેશે. કેપ્ચા કોડ દાખલ કર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે જેની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ થશે. જો તમે ઓનલાઈન PAN લિંક કરાવવામાં અસુવિધા અનુભવી રહ્યા છો, તો તમે તમારા LIC એજન્ટની મદદથી પણ કરી શકો છો.
આ 3 સ્ટેપમાં PAN લિંક કરો
- LIC ની સાઇટ પર પોલિસીની લિસ્ટ સાથે PAN વિગતો પ્રદાન કરો
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો. તે મોબાઇલ નંબર પર LIC તરફથી એક OTP આવશે, તેને દાખલ કરો
- ફોર્મ સબમિટ કર્યા પછી, તમને સફળ નોંધણી વિનંતીનો મેસેજ મળશે. આ બતાવશે કે તમારું PAN LIC ની પોલિસી સાથે લિંક કરવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment