વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ માહિતી આપી છે. PMO અનુસાર, ઉદ્ઘાટન બાદ PM મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને પણ સંબોધિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમનાથ (Somnath)માં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. તે 30 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. PM મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સમર્પિત કરશે. સાથે જ ઉદ્ઘાટન બાદ તેઓ એક સભાને પણ સંબોધિત કરશે.
વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે સોમનાથ મંદિરની મુલાકાતે આવે છે. હાલની સરકારી સુવિધા મંદિરથી દૂર હોવાથી નવા સરકીટ હાઉસની જરૂરિયાત અનુભવાઈ હતી. આ સર્કિટ હાઉસ 30 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સોમનાથ મંદિરની નજીક છે. તેમાં સ્યુટ, વીઆઈપી અને ડીલક્સ રૂમ છે. કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ હોલ વગેરે સહિતની ઉચ્ચ સ્તરની સુવિધાઓ પણ છે. સર્કિટ હાઉસને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો દેખાય છે.
સોમનાથ મંદિરના નિર્માણમાં લગભગ પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. મંદિરનું શિખર લગભગ 150 ફૂટ ઊંચું છે. મંદિરની ટોચ પર 10 ટન વજનનો કળશ છે. આ મંદિર સમગ્ર 10 કિમીમાં ફેલાયેલું છે. તેમાં 42 વધુ મંદિરો છે. મુખ્ય મંદિરની અંદર ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ છે. મંદિરની દક્ષિણ બાજુએ સમુદ્ર કિનારે એક સ્તંભ છે જે બનસ્તંભ તરીકે ઓળખાય છે.
સોમનાથ મંદિરની ઇમારતનું પુનઃનિર્માણ આઝાદી પછી સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તે 1 ડિસેમ્બર 1955 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાનું પ્રતીક, સોમનાથ મંદિરને 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે.
0 Comments:
Post a Comment