દેશભરમાં 1 કરોડ પબ્લિક વાઇફાઇ હોટસ્પોટ્સ(Public WiFi Hotspot) ઇન્સ્ટોલ થવાના છે. જો તે સ્થાપિત થશે તો બે થી ત્રણ કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.
નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર આઈ રહ્યા છે. સરકાર આ વર્ષે કરોડો નોકરીઓ આપવા જઈ રહી છે. ટેલિકોમ પોલિસી અનુસાર આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 1 કરોડ પબ્લિક વાઇફાઇ હોટસ્પોટ્સ(Public WiFi Hotspot) ઇન્સ્ટોલ થવાના છે. જો તે સ્થાપિત થશે તો બે થી ત્રણ કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.
ટેલિકોમ સચિવ રાજારામન કહે છે કે આ વર્ષે ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા અને લોકોને ઇન્ટરનેટ ઍક્સેસ આપવા માટે 1 કરોડ પબ્લિક વાઇ-ફાઇ હોટસ્પોટની સ્થાપના કરવામાં આવનાર છે. બ્રોડબેંક ઈન્ડિયા ફોરમ (BIF) ના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનની વાઈ-ફાઈ એક્સિસ નેટવર્ક ઈન્ટરફેસ (પીએમ-વાણી) યોજનાને વિસ્તારવા માટે વાઈ-ફાઈ ઉપકરણ ઉત્પાદકોએ વાઈ-ફાઈ ઉપકરણોની કિંમતો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. .
ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે
રાજારામને જણાવ્યું હતું કે દરેક હોટસ્પોટ બેથી ત્રણ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે. આને ધ્યાનમાં રાખીને વર્ષ 2022 સુધીમાં રાષ્ટ્રીય ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસીના લક્ષ્યને અનુરૂપ એક કરોડ હોટસ્પોટ્સનું નિર્માણ સૂક્ષ્મ અને મધ્યમ ક્ષેત્રોમાં બે થી ત્રણ કરોડ નોકરીની તકોનું સર્જન કરશે. પબ્લિક વાઇ-ફાઇ હોટસ્પોટ યોજનામાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાની ક્ષમતા છે. તે લાખો નાના સ્થાનિક અને ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને રોજગારીની તકો પૂરી પાડવાનું એક માધ્યમ પણ બની શકે છે.
56000 Wi-Fi Spot ઇન્સ્ટોલ થયા
PM-વાણી યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં 56000 થી વધુ Wi-Fi હોટસ્પોટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજારામને કહ્યું કે મોટી સંખ્યામાં ઉત્પાદકોએ પીએમ-વાણી કાર્યક્રમમાં જોડાવું જોઈએ. આ પ્રસંગે BIF એ Meta ( Facebook) સાથે ભાગીદારીમાં BIF કનેક્ટિવિટી એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી. આ હેઠળ ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ નવા પ્રકારના કનેક્ટિવિટી સોલ્યુશન્સ વિકસાવશે અને સાર્વજનિક વાઇફાઇ વાતાવરણને સપોર્ટ કરશે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment