ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સહકારી બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે. RBI દ્વારા નિયમનકારી પાલનના અભાવે આઠ સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સહકારી બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે. RBI દ્વારા નિયમનકારી પાલનના અભાવે આઠ સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ માહિતી આપતાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે એસોસિયેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (The Associate Co-operative Bank Ltd)સુરત (ગુજરાત) દ્વારા ડિરેક્ટરો, સંબંધીઓ અને પેઢીઓ અને સંસ્થાઓને ‘લોન અને એડવાન્સ’ આપવામાં આવી છે. ‘Know Your Customer (KYC)’ પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 4 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
RBI એ જણાવ્યું કે વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ(Varachha Co-operative Bank Ltd), સુરતને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014ના અમુક માપદંડોના ઉલ્લંઘન બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોગવીરા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ મુંબઈને ‘Know Your Customer (KYC)’ પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી
વસઈ જનતા સહકારી બેંક(Vasai Janata Sahakari Bank) પાલઘરને પણ રૂ. 2 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ‘એક્સપોઝર માપદંડ અને વૈધાનિક/અન્ય નિયંત્રણો-UCB’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું ઉલ્લંઘન બદલ દંડ આપવામાં આવ્યો હતો
વધુમાં, આરબીઆઈએ રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક(Rajkot Peoples Co-operative Bank)ની સામે કાર્યવાહી કરી છે.રાજકોટ પર ‘નિર્દેશકો, સંબંધીઓ અને પેઢીઓ તથા સંસ્થાઓ કે જેમાં તેઓ રસ ધરાવતા હોય ‘લોન તેમને અને એડવાન્સ’ આપવામાં આવ્યા છે. બેન્ક સામે રૂ. 1 લાખના દંડ ફટકારવામાં આવ્યો છે.
RBI દ્વારા ભદ્રાદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક (Bhadradri Co-operative Urban Bank) ને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક્સપોઝર માપદંડો અને વૈધાનિક/અન્ય પ્રતિબંધો ‘UCB’ અને ‘Advance Management-UCB’ અંગે RBI દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.
અમુક નિયમોના ભંગ બદલ જમ્મુ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ.The Jammu Central Co-operative Bank Ltd)તેમજ જમ્મુ એન્ડ જોધપુર નાગરિક સહકારી બેંક(Jammu and the Jodhpur Nagrik Sahakari Bank)ને એક-એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જો કે આરબીઆઈએ જણાવ્યું હતું કે દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને બેંકો દ્વારા તેમના સંબંધિત ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર પ્રશ્નાર્થ નથી.
RBIએ 16 એપ્રિલ સુધી પ્રતિબંધ લંબાવ્યો
આરબીઆઈએ મુંબઈ સ્થિત સિટી કોઓપરેટિવ બેંક(City Cooperative Bank) પરનો પ્રતિબંધ 16 એપ્રિલ, 2022 સુધી લંબાવ્યો હતો. અગાઉ આરબીઆઈએ આ સહકારી બેંક પર 16 જાન્યુઆરી, 2022 સુધી પ્રતિબંધોનો નિર્દેશ કર્યો હતો. બેંકની નબળી નાણાકીય સ્થિતિને કારણે મધ્યસ્થ બેંકે નિર્ણય લીધો હતો. સિટી કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment