ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એમાંય નવા આવેલાં ઓમિક્રોન વેરિયન્ટને કારણે લોકોમાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. એટલું જ નહીં અત્યાર સુધી બાળકો આ વાયરલથી ઝપેટમાં નહોંતા આવતા. હવે તો નાના ભૂૂલકાંઓ પણ આ વાયરલના સંક્રમણની ઝપેટથી બચી શકતા નથી. ત્યારે આવી સ્થિતિમાં બાળકોને કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટથી બચાવવા અને જો સંક્રમણ થઈ ગયું હોય તો સાજાં થવા માટે શું કરવુું તે અંગે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.
ઓમિક્રોનનાં લક્ષણો જણાય તો કયો ટેસ્ટ કરાવવો-
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટનો સૌકોઈને ખતરો છે. જો કે દરેક માતા પિતાને પોતાના કરતાં બાળકોની વિશેષ ચિંતા હોય છે. દરેક માતા પિતાને એક જ સવાલ સતાવી રહ્યો છે કે જો બાળકોને કોરોના કે ઓમિક્રોન થઈ જશે તો શું થશે?
આવા અનેક સવાલો તેમના મનમાં ઊઠી રહ્યા છે, જે ચિંતા જન્માવે છે.
તો અહીં ચિંતા કરવાની નહીં, પણ સાવચેત રહેવાની જરૂર છે..
ત્યારે ઝી 24 કલાકે આ મુદ્દે અમદાવાદના જાણીતા બાળકોના ડોક્ટર એ.વાય.વિજાપુરા સાથે ખાસ વાતચીત કરી હતી.
કોરોના-ઓમિક્રોનમાં કયા સામાન્ય લક્ષણો જોવા મળે છે?
- શરદી,તાવ,
- ઉધરસ,ગળામાં ખરાશ
- સ્નાયૂમાં દુખાવો
- હળવું માથું દુખવું
જો બાળકોમાં આવા લક્ષણો જણાય તો શું કરવું?
સૌથી પહેલા તો ગભરાવવાની જરૂર નથી
બાળકોને પૂરતો આરામ કરવો દેવો
પ્રવાહી અને ઘરનો ખોરાક આપવો
બાળકને માનસિક તણાવ ન રહે તેનું ધ્યાન રાખવું
બાળકો સાથે સમય પસાર કરવો
ટેસ્ટની જરૂર પડે તો પહેલા એન્ટિઝન ટેસ્ટ કરાવી લેવો
અને ત્યારબાદ પણ લક્ષણો જણાય તો RTPCR ટેસ્ટ કરાવવો.
રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરવું જોઈએ?
પ્રોટીનયુક્ત ખોરાક ખાવો
વિટામીન સી અને ઝિંક ધરાવતાં તાજા ફળો ખાવા
હળદરવાળું દૂધ,તુલસી,અદરક અને મધનો ઉપયોગ કરવો
શાળાએ જતાં બાળકોએ માથાએ રસ્તા પર આવતી જતી વખતે ખુલ્લા પવનથી બચવું..
તો આ તો થઈ સાવચેતી અને તેના ઉપાયો પણ બાળકોને કોરોના થાય અને પછી સારવાર કરાવવી એના કરતાં કોરોના થાય જ નહીં એના માટે સાવચેતી રાખવી જરૂરી છે. દસ વર્ષથી મોટી ઉંમરનાં બાળકો છે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરે અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે એ પણ જરૂરી છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment