PM નરેન્દ્ર મોદીની (PM Modi) પરિક્ષા પે ચર્ચા 2022 માટે નોંધણી કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ છેલ્લી તારીખ 20 જાન્યુઆરી હતી.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા MyGov વેબસાઇટ પર ‘પરીક્ષા પે ચર્ચા 2022’ વિભાગમાં નોંધણી કરાવી શકે છે. તેના પર સ્પર્ધાના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં આવશે અને તેમને ‘પરીક્ષા પે ચર્ચા’ કીટ પણ આપવામાં આવશે. આમાં ધોરણ IX થી XII ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને વધુમાં વધુ 500 શબ્દોમાં પ્રશ્નો દાખલ કરી શકશે.
વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાને લઈને કેટલાક વિષયો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોવિડ-19 દરમિયાન પરીક્ષાના તણાવ વ્યવસ્થાપન વ્યૂહરચના, તમારા ગામ અને શહેરનો ઈતિહાસ, આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શાળા, સ્વચ્છ ભારત ગ્રીન ઈન્ડિયા, પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે.
શિક્ષકો માટેના વિષયોમાં ‘નવા ભારત માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’, ‘કોવિડ રોગચાળો: તકો અને પડકારો’નો સમાવેશ થાય છે. સાથે જ વાલીઓ માટે ‘બેટી પઢાવો દેશ બચાવો’, ‘લોકલ ટુ ગ્લોબલઃ વોકલ ફોર લોકલ’ અને ‘લાઇફલોંગ સ્ટુડન્ટ’ જેવા વિષયો રાખવામાં આવ્યા છે. આ માટે રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરાવી શકાશે.
ગયા વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન
રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment