ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
IOCL એ આજે પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે પણ ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો તમે ડેટા અને દિવસો પર નજર નાખો તો છેલ્લા ત્રણ મહિના આસપાસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે 4 નવેમ્બર, 2021થી વાહનના ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આજે દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. એક્સાઈઝ ડ્યુટી ઘટાડા પહેલા વાહનના ઈંધણના ભાવ સમગ્ર દેશમાં ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. મોટાભાગના શહેરોમાં પેટ્રોલે ‘સદી’ ફટકારી હતી. ઘણા શહેરોમાં ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટર નીચે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવથી તેલના ભાવ ઉછળશે
બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમત 90 ડોલરની નજીક છે.રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ ઉપરાંત નેચરલ ગેસના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદની ક્રૂડ ઓઇલની કિંમતો પર પણ મોટી અસર પડશે. કારણ કે યુરોપિયન દેશોમાં જતો એક તૃતીયાંશ ગેસ રશિયામાંથી જાય છે. તે કિસ્સામાં જો પ્રતિબંધો લાદવામાં આવે છે તો તેઓ જવાબ આપી શકે છે. યુક્રેનમાં ગેસના ભાવ ગયા વર્ષની સરખામણીમાં ચાર ગણા વધી ગયા છે. કટોકટી ત્યાં પહેલેથી જ ચાલી રહી છે. જો રશિયા પર કોઈપણ પ્રતિબંધો લાદવામાં આવે છે. અને જો રશિયા જવાબ આપે છે તો ક્રૂડ ઓઇલના ભાવમાં આગ લાગી શકે છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
0 Comments:
Post a Comment