Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Friday, 28 January 2022

Bitcoin ગુમાવી રહ્યો છે વિશ્વસનીયતા, 3 મહિનામાં 30,000 બિટકોઈન કરોડપતિઓ બરબાદ થયા હોવાનો એક રિપોર્ટમાં ઘટસ્ફોટ

 


નિયમનકારી ચકાસણી, અશાંત બજારો, ભૌગોલિક રાજકીય ઉથલપાથલ અને કોવિડ જેવા ઘણા પરિબળોએ આ સંપત્તિની કામગીરીને નકારાત્મક અસર કરી છે.


છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલા ક્રિપ્ટો માર્કેટ(Crypto Market)ના કારણે અનેક ધરખમ ખેલાડીઓ બજારના ખેલમાં બરબાદ થઈ ગયા છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 30,000 બિટકોઈન મિલિયોનેર કંગાળ (Bitcoin Millionaires Wiped Off)બન્યા છે. બિટકોઈન (Bitcoin Price)69,000 ડોલરથી ઘટીને 36,000 ડોલર સુધી લપસ્યો છે. Bitcoin કિંમત અથવા તેના બદલે સમગ્ર ક્રિપ્ટો બજાર વિવિધ દેશોમાં નિયમનકારી પ્રશ્નો અને ભૌગોલિક-રાજકીય ઉથલપાથલમાં જબરદસ્ત ઘટાડાનો સામનો કરી રહ્યું છે.

આર્થિક સમાચારોથી સંબંધિત ન્યૂઝ પોર્ટલ ફિનબોલ્ડ(Finbold)ના ડેટા અનુસાર ઓકટોબર 2021 થી જાન્યુઆરી 2022 સુધીમાં 10 લાખથી વધુ બિટકોઈન ધરાવનારા લોકોની સંખ્યામાં 24.26%નો ઘટાડો થયો છે. જો તમે સંખ્યાઓ જુઓ તો તે હવે 28,186 છે. આનો અર્થ એ થયો કે આ 3 મહિનામાં 28,186 લોકો એવા છે કે જેમની પાસે એક મિલિયન ડોલરથી વધુના બિટકોઈન હોલ્ડિંગ નથી જ્યારે તેઓ પહેલા બીટકોઈન ધરાવતા હતા. ટૂંકમાં બિટકોઈનથી સમૃદ્ધ યાદી હવે પહેલા કરતાં એક તૃતીયાંશ જેટલી રહી ગઈ છે.

આંકડા શું કહે છે

એક મિલિયન ડોલર (100,000 ડોલર ) થી વધુ હોલ્ડિંગ ધરાવતા વોલેટસની સંખ્યામાં 30.04 ટકાનો ઘટાડો થયો છે તેમ અહેવાલમાં જણાવાયું છે. પહેલા આવા વોલેટ 505,711 હતા પરંતુ હવે તે માત્ર 353,763 છે. વધુમાં 1 મિલિયન સુધીના હોલ્ડિંગવાળા એડ્રેસ 105,820 થી 23.5 ટકા ઘટીને 80,945 થયા છે. જો આપણે 10 લાખ ડોલરથી વધુના વોલેટ રાખવાની વાત કરીએ તો તેમાં 32.08 ટકાનો ઘટાડો થયો છે. તે પહેલા 10,319 હતો પરંતુ હવે તે માત્ર 7,008 છે.

નિયમનકારી ચકાસણી, અશાંત બજારો, ભૌગોલિક રાજકીય ઉથલપાથલ અને કોવિડ જેવા ઘણા પરિબળોએ આ સંપત્તિની કામગીરીને નકારાત્મક અસર કરી છે. જો કે વર્ષની અસ્થિર શરૂઆત હોવા છતાં ઘણા વિશ્લેષકો આ સંપત્તિની પ્રશંસા કરવાનું ચાલુ રાખે છે અને તેને વધતી મોંઘવારી સામે રક્ષણ તરીકે જુએ છે.


વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો






Share:

0 Comments:

Post a Comment

Ads