Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Thursday, 27 January 2022

કારોબારના પ્રારંભ સાથે Sensex 1000 અંક તૂટ્યો, Nifty માં 1.87 ટકાનો ઘટાડો દેખાયો

 


શેરબજારમાં 5 દિવસના ઘટાડા પર મંગળવારે બ્રેક લાગી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 366 પોઈન્ટ અથવા 0.64% વધીને 57,858 પર બંધ થયો હતો


ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ઘટાડા સાથે કારોબારની શરૂઆત થતી દેખાઈ રહી છે. 5 દિવસના સતત ઘટાડા બાદ મંગળવારની રિક્વરીએ રાહત આપ્યા બાદ આજે ફરીએકવાર લાલ નિશાન નીચે કારોબાર નજરે પડી રહ્યો છે. સવારે 9.20 વાગે સેન્સેક્સ(Sensex ) 1000 અંક તૂટીને કારોબાર કરતો નજરે પડ્યો હતો. નિફ્ટી(Nifty) પણ  300 અંકના નુકસાન સાથે જોવા મળ્યો હતો.

શેરબજારની સ્થિતિ (સવારે 11 વાગે)

SENSEX56,754.78−1,103.371.91%
NIFTY16,954.35−323.601.87%

વૈશ્વિક સંકેત નરમ

યુએસમાં ફેડની બેઠક બાદ યુએસ માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી અને યુએસ માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 50 ફ્લેટ ખુલે તેવી શક્યતા છે. ગુરુવારે એશિયન બજારો લાલ નિશાન સાથે બંધ થયા હતા. SGX નિફ્ટીમાં 251 પોઈન્ટ અથવા લગભગ 1.45 ટકાનો ઘટાડો થયો છે જે ભારતીય બજારમાં નિફ્ટીને અસર કરી શકે છે. યુએસ માર્કેટમાં ડાઉ જોન્સ 236 પોઈન્ટ તૂટ્યો હતો અને આ યુએસ માર્કેટ 33789 પર બંધ થયું હતું. Nasdaq Fut માં 117 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

જેરોમ પોવેલના નિવેદન પછી યુએસ બજારો તૂટ્યા

ફેડ ચેરમેનના નિવેદન બાદ યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો અને બજારનો મૂડ બદલાયો હતો. જેરોમ પોવેલે માર્ચથી દર વધારવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે દરો વધારવાથી આર્થિક સ્થિતિ પર કોઈ અસર નહીં થાય. બજારને આવા નિવેદનની અપેક્ષા નહોતી જેના પગલે યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફેડ માટે તેની બેલેન્સ શીટ ઘટાડવા માટે સમયમર્યાદાના સંકેતો પણ છે. જેરોમ પોવેલના નિવેદન પછી ડાઉ જોન્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 650 અંક નીચે આવ્યો હતો અને બંધ થતાં સુધી 1030 પોઈન્ટ ઘટી ગયો હતો.

Adani Wilmar IPO આજથી ખુલ્યો

દેશના દિગ્ગ્જ કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી વિલ્મર (AWL)ના રૂ. 3,600 કરોડના મૂલ્યનો Initial public offering -IPO આજે ખુલ્યો છે. કંપની IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ, દેવું ઘટાડવા અને એક્વિઝિશન માટે કરશે. કંપની દેશની સૌથી મોટી ફૂડ અને કન્ઝ્યુમર ગુડ્સ કંપની બનવા માંગે છે. કંપનીનો IPO આજે 27 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. IPO માટેની પ્રાઇસ રેન્જ રૂ.218-230 રાખવામાં આવી છે. AWL એ અમદાવાદના અદાણી ગ્રુપ અને સિંગાપોરના વિલ્મર ગ્રુપ વચ્ચેનું 50:50નું સંયુક્ત સાહસ છે.

TCS વિશ્વની બીજી સૌથી મોટી IT Service કંપની બની

Tata Consultancy Services (TCS) એ નવો રેકોર્ડ બનાવ્યો છે. ટાટા કન્સલ્ટન્સી વિશ્વભરમાં IT સેવાઓ(IT service) ક્ષેત્રમાં બીજી સૌથી મૂલ્યવાન કંપની તરીકે ઉભરી આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા જારી કરાયેલા ‘બ્રાન્ડ ફાઈનાન્સ’ના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ટાટા કન્સલ્ટન્સી સિવાય અન્ય ભારતીય જાયન્ટ્સ જેમ કે ઈન્ફોસિસ (Infosys) અને અન્ય ચાર ટેક કંપનીઓને ટોચની 25 આઈટી સર્વિસ બ્રાન્ડ્સમાં સ્થાન મળ્યું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એ ટાટા ગ્રુપની સૌથી મહત્વપૂર્ણ કંપનીઓમાંની એક છે જે આઇટી સેવાઓની દેખરેખ રાખે છે. ઈન્ફોસિસ પણ એક મોટી આઈટી કંપની છે પરંતુ વિશ્વમાં તેનું TCS જેટલું મોટું નામ નથી.

છેલ્લા સત્રમાં રિકવરી જોવા મળી હતી

શેરબજારમાં 5 દિવસના ઘટાડા પર મંગળવારે બ્રેક લાગી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 366 પોઈન્ટ અથવા 0.64% વધીને 57,858 પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ 128 પોઈન્ટ અથવા 0.75% વધીને 17,277 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી એક્સિસ બેન્કના શેરમાં 6.76% અને મારુતિના શેરમાં 6.88%નો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે મંગળવારે સેન્સેક્સ આજે પહેલી જ મિનિટમાં 1000 પોઈન્ટ તૂટી ગયો હતો. જોકે બાદમાં રિકવરી શરૂ થઈ હતી. રોકાણકારોને પ્રથમ મિનિટમાં 4.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો


Share:

0 Comments:

Post a Comment

Ads