Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Thursday, 27 January 2022

સરકાર તૈયાર કરી રહી છે સ્વદેશી OS, હાલ ગૂગલ, એન્ડ્રોઈડ અને iOS ની જ છે ઓપરેટિંગ સિસ્ટમ

 


સાદી ભાષામાં કહીએ તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ પર એપલ અને ગૂગલનું વર્ચસ્વ છે. ઘણા પાસાઓ પર વિચાર કર્યા પછી, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) અને ભારત સરકારના મંત્રાલયે એક નવી હેન્ડસેટ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની વિચારણા કરી છે.


વર્તમાન બજારમાં સ્માર્ટફોન માટે માત્ર બે ઓપરેટિંગ સિસ્ટમ (Operating system) છે, પરંતુ હવે ભારત સરકાર ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકાર ગૂગલના એન્ડ્રોઈડ (Android)અને એપલના આઈઓએસના (iOS) વિકલ્પ તરીકે સ્માર્ટફોન માટે સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની યોજના બનાવી રહી છે. મંત્રીએ પીટીઆઈને જણાવ્યું કે હાલમાં મોબાઈલ ફોન માટે માત્ર બે ઓપરેટિંગ સિસ્ટમ છે જે ગૂગલની એન્ડ્રોઈડ અને એપલની આઈઓએસ છે.

સાદી ભાષામાં કહીએ તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ પર એપલ અને ગૂગલનું વર્ચસ્વ છે. ઘણા પાસાઓ પર વિચાર કર્યા પછી, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) અને ભારત સરકારના મંત્રાલયે એક નવી હેન્ડસેટ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની વિચારણા કરી છે. આ માટે નવી નીતિ ઘડવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ (OS) વિકસાવવા માટે સ્ટાર્ટ-અપ્સ અને કોલેજો સાથે વાતચીત કરી રહી છે.

આ ભારતીય બ્રાન્ડ બનવા માટે iOS અને Android સિવાય એક વિકલ્પ બનાવશે. ચંદ્રશેખરે કહ્યું, ‘સૌથી મહત્ત્વની બાબત એ છે કે સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. એકવાર અમારા ધ્યેયો સ્પષ્ટ થઈ જાય, પછી બધી નીતિઓ અને કામ તેના અનુસાર થાય છે.

તેમણે ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) દ્વારા સંચાર અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તૈયાર કરાયેલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો બીજો વોલ્યૂમ બહાર પાડ્યો છે, જેના સભ્યોમાં Apple, Lava, Foxconn, Dixon જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. દસ્તાવેજમાં 2026 સુધીમાં દેશમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને $300 બિલિયન અથવા લગભગ રૂ. 22,55,265 કરોડ સુધી લઈ જવાનો રોડ મેપ છે.


વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો





Share:

0 Comments:

Post a Comment

Ads