ગૂગલે ભારતી એરટેલમાં 1 અબજ ડોલરની (લગભગ 7500 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે. અને ગૂગલ હવે એરટેલમાં 1.28 ટકા હિસ્સો ખરીદશે.
અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Google) અને ભારતી એરટેલે (Bharti Airtel) દેશમાં પરવડે તેવા સ્માર્ટફોન અને 5G સેવાઓ પ્રદાન કરવા માટે ભાગદીરી કરી છે. ગૂગલે ભારતી એરટેલમાં 1 અબજ ડોલરના (લગભગ 7500 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે. આ ડીલની જાહેરાત બાદ ભારતી એરટેલના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ગૂગલ આ રોકાણ ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડના ભાગરૂપે કરી રહ્યું છે.
સસ્તા સ્માર્ટ ફોન થશે ઉપલબ્ધ
આ ડીલ હેઠળ, Google 1 અબજ ડોલરમાંથી 70 કરોડ ડોલર દ્વારા ભારતી એરટેલમાં 1.28 ટકા હિસ્સેદારી ખરીદશે. બીએસઈને આજે આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતી એરટેલે સ્પષ્ટતા કરી છે કે ગૂગલ કંપનીમાં આ હિસ્સો 734 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદશે. 70 કરોડ ડોલરમાં ગુગલ સસ્તા ફોનને વિકસાવવા અને 5G ટેકનોલોજી પર સંશોધન કરવા માટે ભારતી એરટેલ સાથે મળીને કામ કરશે.
આ સિવાય બાકીના 30 કરોડ ડોલરનો ઉપયોગ કેટલાંક વર્ષો સુધી કોમર્શિયલ એગ્રીમેન્ટ તરીકે કરવામાં આવશે. આ સંદર્ભમાં એરટેલ દ્વારા જાહેર કરાયેલી રીલિઝ મુજબ, ગૂગલ સાથે ભાગીદારી કર્યા પછી તમામ કિંમતની શ્રેણીમાં મોબાઇલ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, બંને કંપનીઓ 5G નેટવર્ક સંબંધિત કરાર હેઠળ સાથે મળીને કામ કરશે. બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં બિઝનેસ માટે ક્લાઉડ ઇકોસિસ્ટમ વિકસાવશે.
રોકાણની જાહેરાત બાદ શેરમાં આવ્યો ઉછાળો
ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલ કહે છે કે એરટેલ અને ગૂગલ નવીન ઉત્પાદનો દ્વારા ભારતના ડિજિટલ ડિવિડન્ડના વિઝનને આગળ વધારશે. ફ્યુચર રેડી નેટવર્ક, ડિજિટલ પ્લેટફોર્મ, રાષ્ટ્રવ્યાપી વિતરણ ક્ષમતા અને પેમેન્ટ ઇકોસિસ્ટમ સાથે, કંપની Google સાથે સહયોગમાં આગળ વધશે. આ ભાગીદારી દ્વારા, ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમ વધુ વ્યાપક અને મજબૂત થશે.
ભારતી એરટેલના જણાવ્યા અનુસાર, આ ભાગીદારી હેઠળ સસ્તા સ્માર્ટ ફોન વિકસાવવામાં આવશે. આ સાથે, વર્તમાન ભાગીદારીને 5G અને અન્ય ધોરણો માટે ભારત અનુસાર આગળ ધપાવવામાં આવશે. એરટેલમાં ગૂગલના રોકાણના સમાચાર બાદ કંપનીના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. સવારે 10.30 વાગ્યે એરટેલનો શેર 1.68 ટકા વધીને 718.70 રૂપિયા પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment