Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Thursday, 27 January 2022

ક્રૂડ 90 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યું, શું ફરી મોંઘુ થશે તમારા વાહનનું પેટ્રોલ અને ડીઝલ ?

 


ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.


દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ એટલે કે 27મી જાન્યુઆરીએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર થયાને 85 દિવસ થઈ ગયા છે. હા, દેશભરમાં 85 દિવસથી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને છે. 26 જાન્યુઆરી, ગુરુવારે 27 જાન્યુઆરીએ બુધવારની નરમાઈ બાદ તેલની કિંમતમાં ફરી વધારો થવા જઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયા બાદ તેઓ ફરી એકવાર 90 ડોલરની નજીક પહોંચી ગયા છે.

ક્રૂડ ઓઇલની કિંમત 90 ડોલર નજીક

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. બુધવારે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી ત્યારે ગુરુવારે ભાવ વધી રહ્યા છે. oilprice.com મુજબ WTI ક્રૂડ ગુરુવારે 0.66 ટકા ઘટીને 86.77 ડૉલર થઈ ગયું જે બુધવારે 85.32 ડૉલર હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કિંમતો 0.68 ટકા ઘટીને 89.35 ડોલર થઈ છે. જ્યારે બુધવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 88.08 ડોલર હતી.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

CityPetrolDiesel
Ahmedabad95.1389.12
Rajkot94.8988.89
Surat94.9888.99
Vadodara94.7888.76

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો


Share:

0 Comments:

Post a Comment

Ads