Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Saturday, 22 January 2022

તમારા દ્વારા કચરામાં ફેંકાતા વાળનો કરોડો રૂપિયાનો કારોબાર થાય છે, જાણો વાળના વેપારની રસપ્રદ માહિતી અહેવાલ દ્વારા

 


મોટા પ્રમાણમાં virgin hair ની માંગ ભારતના મંદિરોમાંથી આવતા વાળ દ્વારા પૂરી થાય છે. 2014માં એકલા તિરુપતિ મંદિરે 220 કરોડના વાળ વેચ્યા હતા.


તમે વિચારી રહ્યા હશો કે કપાયેલા અને ખરતા વાળ કચરામાં ફેંકી દેવતા હશે પણ હકીકત જાણશો તો તમે ચોકી જશો. આ વાળમાંથી કરોડો રૂપિયાનો વેપાર(Hair Business) થાય છે. વિશ્વનાહેર બિઝનેસમાં ભારતનો પણ મોટો ફાળો છે. આપણો દેશ દર વર્ષે લગભગ 400 મિલિયન ડોલરના વાળનો સપ્લાય કરે છે. વર્ષ 2020માં ભારતમાંથી નિકાસ કરવામાં આવતા વાળ(Hair Export)ના પ્રમાણમાં વાર્ષિક 39 ટકાનો વધારો થયો છે. માથા પરથી ખરતા વાળની ​​કિંમત કરોડોમાં છે. ગામડાઓ અને શહેરોમાં ફેરિયાઓ ઘરે ઘરે જઈને વાળ એકઠા કરે છે.

એક કિલો વાળ કેટલામાં વેચાય છે?

ફેરિયાઓ વાળની ​​ગુણવત્તા પ્રમાણે ભાવ લે છે. કેટલાક લોકોના વાળ રૂ. 10 હજારમાં ખરીદવામાં આવે છે તો કેટલાકના ૨૫ હજાર સુધી મળેછે. ત્યારબાદ તેઓ કોલકાતા, ચેન્નાઈ અને આંધ્રપ્રદેશના વેપારીઓને વેચે છે. આ સ્થાનો વિદેશી વેપારીઓના ગઢ ગણાય છે. મોટી સંખ્યામાં વાળ કોલકાતા પણ જાય છે અને ત્યાંથી 90 ટકા ચીન મોકલવામાં આવે છે. ગુજરાતના વાળની ​​ખૂબ માંગ છે તે મજબૂત અને ચમકદાર હોય છે.

વાળનું શું કરવામાં આવે છે?

કાંસકીથી નીકળેલા વાળનો ઉપયોગ ટ્રાન્સપ્લાન્ટિંગ અને વિગ બનાવવા માટે થાય છે. છૂટક વાળ સાફ કરવામાં આવે છે અને કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે અને પછી સીધો ઉપયોગ થાય છે. આ વાળ ચીન મોકલવામાં આવે છે. વાળની ​​ગુણવત્તા માટે અલગ-અલગ શરતો છે જેમ કે વાળ કાપેલા ન હોવા જોઈએ અને લંબાઈ 8 ઈંચથી ઓછી ન હોવી જોઈએ.

ભારતના મંદિરો સૌથી મોટા સ્ત્રોત

મોટા પ્રમાણમાં virgin hair ની માંગ ભારતના મંદિરોમાંથી આવતા વાળ દ્વારા પૂરી થાય છે. 2014માં એકલા તિરુપતિ મંદિરે 220 કરોડના વાળ વેચ્યા હતા. 2015 માં તિરુમાલા તિરુપતિ દેવસ્થાને ભક્તોના વાળની ​​ઈ-ઓક્શન કરીને 74 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. વાળના નિકાસકારોનું કહેવું છે કે સારી ગુણવત્તાના વાળ મેળવવા મુશ્કેલ બની ગયા છે. દક્ષિણ ભારતીય મહિલાઓ તેમના વાળ સાથે વધુ ચેડા કરતી નથી. તેથી નિકાસકારો મંદિરોનો આશરો લે છે. તામિલનાડુ અને આંધ્રપ્રદેશના મંદિરો વાળના સૌથી મોટા નિકાસકારો છે.

દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાંના એક તિરુમાલા તિરુપતિ મંદિર  ઓગસ્ટ 2018માં હરાજી માટે મંદિરમાં 5600 કિલો વાળ મૂકવામાં આવ્યા હતા. વાળને લંબાઈના આધારે ત્રણ અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. સફેદ વાળની ​​પણ એક અલગ શ્રેણી હતી.

વાળની શ્રેણી અને અવાક ઉપર એક નજર

  • શ્રેણી 1 માં 31 ઇંચ અને તેનાથી વધુ લંબાઈના વાળ દ્વારા રૂ. 356 કરોડ એકત્રિત કરાયા હતા.
  • શ્રેણી 2 16-30 ઇંચ લાંબા વાળ દ્વારા રૂ. 3.44 કરોડ મળ્યા છે.
  • શ્રેણી 3 10-15 ઇંચ લાંબા વાળથી રૂ. 24.11 લાખની કમાણી કરવામાં આવી છે.
  • શ્રેણી 4 સફેદ વાળ દ્વારા 65.55 લાખ રૂપિયા મેળવાયા હતા
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

0 Comments:

Post a Comment

Ads