Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Tuesday, 4 January 2022

હવે 200 રૂપિયા સુધી ડિજિટલ પેમેન્ટ માટે ઈન્ટરનેટની જરૂર નહી,જાણો RBIનો નિયમ


આ પ્રક્રિયામાં એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર રહેશે નહીં. આરબીઆઈએ સપ્ટેમ્બર 2020 થી જૂન 2021 સુધીના તેના પાયલોટ પ્રોજેક્ટના આધારે નવું માળખું તૈયાર કર્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઑફલાઈન ડિજિટલ પેમેન્ટ માટે ફ્રેમવર્ક(Framework for offline digital payment) જાહેર કર્યું છે. આ ફ્રેમવર્ક નાની રકમના બિન-રોકડ વ્યવહારોને વધુ પ્રોત્સાહન આપશે. નવા ફ્રેમવર્ક મુજબ ઑફલાઇન મોડ દ્વારા 200 સુધીના વ્યવહારો પૂર્ણ કરી શકાશે.

આ પ્રક્રિયામાં એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર રહેશે નહીં. આરબીઆઈએ સપ્ટેમ્બર 2020 થી જૂન 2021 સુધીના તેના પાયલોટ પ્રોજેક્ટના આધારે નવું માળખું તૈયાર કર્યું છે.જેમાં 1 કરોડ 16 લાખના મૂલ્યના લગભગ 2.41 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા.

ઑફલાઇન ટ્રાન્ઝેક્શન

ઑફલાઇન ટ્રાન્ઝેક્શન હવે કાર્ડ, વૉલેટ અને મોબાઇલ ડિવાઈઝ દ્વારા કરી શકાય છે. ઑફલાઇન ટ્રાન્ઝેક્શન નજીકના જ થશે, એટલે કે આવા વ્યવહારો ફક્ત ફેસ ટૂ ફેસ મોડ દ્વારા જ કરી શકાશે. ઑફલાઇન ટ્રાન્ઝેક્શન એડિશનલ વેરિફિકેશન વિના કરી શકાય છે. પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ઑફલાઇન વ્યવહારો માટેની કુલ મર્યાદા કોઈપણ એક સમયે 2,000 રૂપિયા રહેશે.

દરેક વ્યવહાર માટે એલર્ટની જરૂરી નહિ

ટ્રાન્ઝેક્શન વિગતો પ્રાપ્ત થતાંની સાથે જ પૈસા મોકલનાર યુઝર પૈસા અમેળવનારને ટ્રાન્ઝેક્શન એલર્ટ મોકલશે. દરેક ટ્રાન્ઝેક્શન માટે એલર્ટ મોકલવાની જરૂર રહેશે નહીં. જો કે, દરેક વ્યવહારની વિગતવાર જાણ કરવામાં આવશે. ફરિયાદ નિવારણની સુવિધા રિઝર્વ બેંકના સંકલિત લોકપાલ પાસે હશે.

ઑફલાઇન વ્યવહારોથી ખરાબ અથવા નબળા ઇન્ટરનેટ અથવા ટેલિકોમ કનેક્ટિવિટીવાળા વિસ્તારોમાં ડિજિટલ વ્યવહારો વધવાની અપેક્ષા છે. આનાથી ખાસ કરીને શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે આ ફ્રેમવર્ક તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.



વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

Related Posts:

0 Comments:

Post a Comment

Ads