Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Sunday, 2 January 2022

નવા વર્ષ પર એલોન મસ્કે યુવાનો અને વિદ્યાર્થીઓને આપ્યો સંદેશ



 મસ્કે કહ્યું કે યુવાનો માટે હંમેશા મારો અભિપ્રાય રહેશે કે તેઓએ જીવનમાં કંઈક એવું કામ કરવું જોઈએ, જેની સમાજ, દુનિયા અને અન્ય લોકો પર સકારાત્મક અસર પડે.

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) નવા વર્ષ નિમિત્તે વિશ્વના યુવાનોને સંદેશ આપ્યો હતો. એક અહેવાલ મુજબ મસ્કે  જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને (students) મારી સલાહ હશે કે પુસ્તક વાંચવા પર ધ્યાન આપો. નેતા બનવાનું ટાળો અને લોકોને મદદ કરો. યુવાનોને સલાહ આપતાં કહ્યું કે જીવનમાં મોટું કરવું હોય તો જીવનમાં ઉપયોગી બનવાનો પ્રયાસ કરો.

મસ્કે કહ્યું કે યુવાનો માટે હંમેશા મારો અભિપ્રાય રહેશે કે તેઓએ જીવનમાં કંઈક એવું કામ કરવું જોઈએ, જેની સમાજ, દુનિયા અને અન્ય લોકો પર સકારાત્મક અસર પડે. વિશ્વમાં ઉપયોગી બનવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમણે યુવાનોને કહ્યું કે તમે જીંદગીમાં જેટલો ઉપયોગ કરો છો, તેનાથી વધારે યોગદાન આપો

પુસ્તક વાંચો અને તમારું સામાન્ય જ્ઞાન વધારો

તેમણે વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવા પર ભાર આપવા અને સામાન્ય જ્ઞાનને મજબૂત કરવા જણાવ્યું હતું. આનાથી તેઓને ખબર પડશે કે  આસપાસની દુનિયામાં શું થઈ રહ્યું છે. જીવનમાં બને તેટલા વધુ લોકો સાથે સંપર્ક કરો. વિશ્વમાં વિવિધ પ્રકારના લોકોનો સંપર્ક કરવાથી તમારું વર્તુળ વિસ્તરે છે અને તમારો વિકાસ થાય છે.

કૌશલ્ય માટે ડિગ્રીની જરૂર નથી

આ પહેલા 2014માં મસ્કે પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મારી કંપનીમાં એવા કર્મચારીઓને રાખવા માંગુ છું જેઓ ખાસ ટેલેન્ટ ધરાવતા હોય. મોટી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરવાનો અર્થ એ નથી કે તે ખૂબ ખાસ છે. સ્કીલ માટે ડીગ્રી જરૂરી નથી. એવું જરૂરી નથી કે જેણે હાઈસ્કૂલ પાસ કરી નથી, તેની પાસે પ્રતિભા અને કૌશલ્ય નથી. તેમણે ઉદાહરણ તરીકે બિલ ગેટ્સ, લેરી એલિસન, સ્ટીવ જોબ્સ જેવા લોકોના નામ લીધા. આ લોકો ગ્રેજ્યુએટ પણ નથી.

કંપની શરૂ કરવા માટે યુનિવર્સિટી છોડી

મસ્ક બાળપણથી જ ટેક્નોલોજી અને બિઝનેસ તરફ ઝુકાવ ધરાવે છે. તે સમયે જ્યારે તેઓ તેમની કંપની Zip2 Corporation શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એનર્જી ફિઝિક્સમાં પીએચડી માટે પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ કંપની શરૂ કરવા માટે તેમણે યુનિવર્સિટી છોડી દીધી. એક ખાસ વાત એ પણ છે કે એલોન મસ્ક રોકેટ નિર્માતા કંપની સ્પેસએક્સમાં સીઈઓ છે, પરંતુ કોઈ સેલેરી લેતા નથી.

વધુ વિગતો માટે:  અહીં ક્લિક કરો

Share:

Related Posts:

0 Comments:

Post a Comment

Ads