પુરૂષોમાં સ્તન કેન્સરના લક્ષણો, અહીં જાણો સંપૂર્ણ વિગત
ભારતમાં પુરૂષની અંદર બ્રેસ્ટ કેન્સરનો એક અનોખો કેસ સામે આવ્યો છે. આ પુરૂષનો રિપોર્ટ જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા. મહત્વની વાત છે કે કેન્સરના લક્ષણો શરીરની અંદર જોવા મળે છે પરંતુ આ પુરૂષમાં કેન્સરના લક્ષણો બહાર જોવા મળ્યા છે. શું છે આ ઘટના... વાંચો સંપૂર્ણ અહેવાલ..
ઘણા લોકોનું માનવું છે કે બ્રેસ્ટ કેન્સરની બીમારી માત્ર મહિલાઓને થાય છે પરંતુ તેવું નથી. આ બીમારી મહિલાઓની સાથે પુરૂષોને પણ પોતાનો શિકાર બનાવે છે. પરંતુ તેની સંખ્યા ખુબ ઓછી હોય છે. મોટા ભાગના કેસ મહિલાઓમાં જોવા મળે છે.
ભારતમાં સામે આવ્યો અનોખો કેસ :
ધ સનના રિપોર્ટ પ્રમાણે ભારતમાં 65 વર્ષના એક પુરૂષમાં બ્રેસ્ટ કેન્સર (Breast Cancer in Male) નો એક મામલો સામે આવ્યો છે. સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર શરીરની અંદર જ બને છે. જેની બહાર ખબર પડતી નથી પરંતુ ભારતીય પુરૂષના શરીરમાં પ્રથમવાર બહાર લક્ષણ જોવા મળ્યા છે. આને લોકો માટે ખતરા સમાન ગણવામાં આવી રહ્યું છે. જો તમારા પણ શરીરમાં આ લક્ષણ જોવા મળે તો તત્કાલ ટેસ્ટ કરાવજો.
પુરૂષ દર્દીને થયું બ્રેસ્ટ કેન્સર :
રિપોર્ટ પ્રમાણે ઇજ્જરમાં ડિટેક્ટ થયેલ પીડિત પુરૂષની છાતી (Breast Cancer in Male) નો ડાબો ભાગ અને ડાબા ખભાની સ્કિન ધીમે ધીમે કડક થવા લાગી. પીડિત પ્રમાણે આ તેની સાથે સાત મહિના પહેલા શરૂ થયું હતું. જે ધીમે ધીમે વધી ગયું. પરંતુ સ્કિન કડક થવા છતાં દુખાવો થયો નહીં. તેની સ્કિન પર સળગી ગયું હોય તેવા નિશાન પણ બનવા લાગ્યા હતા.
છાતીના ટિશ્યૂ સુકાઈને થયા કડક :
ડોક્ટરોએ જ્યારે દર્દીની તપાસ કરી તો જાણવા મળ્યું કે સ્કિનમાં Erythematous મોડ્યૂલ્સ હતા એટલે કે ટિશ્યૂ સુકાઈને કડક થઈ ચુક્યા હતા. જે કેન્સરનો સંકેત છે. આ કડક ટિશ્યૂ ધીમે ધીમે બ્લડ સેલ્સને કવર કરી તેમાં લોહી અને ઓક્સીજનની આપૂર્તિ બંધ કરી શકે છે. જેનાથી દર્દીનો જીવ જઈ શકે છે.
બ્રેસ્ટ કેન્સરનું સામે આવ્યું લક્ષણ :
ત્યારબાદ ડોક્ટરોએ દર્દીની બાયોપ્સી કરી, જેથી શરીરમાં Metastatic Carcinoma હોવાની જાણ થઈ. એટલે કે દર્દીમાં બ્રેસ્ટ કેન્સરની (Breast Cancer in Male) શરૂઆત થઈ ચુકી હતી. ડોક્ટરો માટે આ અદ્ભુત વાત હતી. અત્યાર સુધી ડોક્ટરોએ બ્રેસ્ટ કેન્સરના જેટલા પણ લક્ષણ જોયા છે, તે બધા શરીરની અંદર હોય છે. જ્યારે પ્રથમવાર બ્રેસ્ટ કેન્સરના લક્ષણ શરીરની બહાર જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી, જે હજુ ચાલી રહી છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment