રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ડબલ ડોઝ લીધેલા લોકો જ અધિકારી અને કચેરીની મુલાકાત લઇ શકશે.
રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં તથા ઉપક્રમોમાં પ્રવેશ માટે પણ કોવિડ રસીકરણ અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત કરાયું છે.
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યની કોઈપણ સરકારી કચેરીમાં જો કોઈ મુલાકાતી મુલાકાત લેવા માંગતા હોય તો તેમના માટે કોરોના રસીના બંને ડોઝ ફરજિયાત છે. પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે સચિવાલયમાં આવો ત્યારે બંને ડોઝનું રસીકરણ પ્રમાણપત્ર સાથે હોવું જરૂરી છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ડબલ ડોઝ લીધેલા લોકો જ અધિકારી અને કચેરીની મુલાકાત લઇ શકશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો તેમજ ઓમિક્રોન વેરીએન્ટના કેસો વધી રહ્યાં છે. રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે છઠ્ઠા દિવસે 31 ડિસેમ્બરે 654 નોંધાયા છે. એટલે કે માત્ર 5 દિવસમાં 6 ગણા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 2371 હતા, જે આજે વધીને 2962 થયા છે. આ સાથે જ રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા 16 કેસો આવવાની સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 113 થઇ છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment