શૈક્ષણિક વર્ષ 2021-22 થી ધો.11 માં અને 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરાશે. કુલ 7 જેટલા નવા વિષયો (New Subject) દાખલ કરવાનો રાજ્ય સરકારએ નિર્ણય કર્યો છે.
- એગ્રીકલ્ચર
- એપરલ & મેડ ups & હોમ ફર્નીશીંગ
- ઓટોમોટિવ
- બ્યુટી એન્ડ વેલનેસ
- ઇલેક્ટ્રોનિકસ એન્ડ હાર્ડવેર
- રિટેઇલ
- ટુરિઝમ એન્ડ હોસ્પિટલીટી
નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થશે, આ માટે જ વિદ્યાર્થીઓને નવા નવા વિષયો શીખવવાનું શિક્ષણવિભાગનું આયોજન છે. આ પહેલા ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની શિક્ષણવિભાગે જાહેરાત કરી હતી. ત્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.11માં અને 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરવામાં આવશે. કુલ 7 જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારના શિક્ષણવિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત દરેક માધ્યમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં સ્કિલનો વિકાસ થાય તેવા કોર્ષ શરૂ કરાશે, જે અંતર્ગત અમદાવાદમાં 60 શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરાશે.
નવી શિક્ષણનીતિ અંતર્ગત 2022-23થી સ્કૂલોમાં તબક્કાવાર બાળકોને વૈદિક ગણિત શીખવવાનો પ્રારંભ કરવામાં આવશે. આ નવી નીતિ અન્વયે 2022-23થી ધો.6-7-9માં શરૂ કરાશે, ત્યાર બાદ 2023-24થી ધો. 8-10માં શીખવાડવાનું આયોજન છે. જેનો આગામી શૈક્ષણિક સત્રથી અમલ કરાશે. પ્રથમ ધો. 6-7-9માં અમલ કરાશે, સાથે જ 2022-23માં ધો.7 અને 9માં બ્રિજ કોર્સ શરૂ કરાશે. ઉપરાંત અભ્યાસક્રમની તાલીમ જીસીઇઆરટી દ્વારા યોજાશે.
શૈક્ષણિક વર્ષ 2021-22 માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓનું રિવાઈઝ્ડ શેડ્યુલ (Revised Schedule) બહાર પડાયું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓનું રિવાઈઝ્ડ શેડ્યુલ (Revised Schedule) બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
0 Comments:
Post a Comment