GST દ૨ મામલે એક વિસ્તૃત રીપોર્ટ તૈયાર કરશે જે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે અને માર્ચ 2022 ના અંત સુધીમાં સંભવતઃ 12 ટકા જીએસટી લાગુ કરવો કે નહીં ? એ બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે.
GST કાઉન્સિલની (GST Council ) મળેલી બેઠકમાં કાપડ ઉદ્યોગ(Textile Industry ) પરનો પ્રસ્તાવિત 12 ટકા જીએસટી દર બે મહિના સુધી મુલતવી રખાયો છે. બે મહિના બાદ કર્ણાટકના મુખ્યમંત્રીની આગેવાનીમાં બનેલી કમિટી દ્વારા રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ 12 ટકા જીએસટી અંગેનો છેવટનો નિર્ણય લેવાશે.
જોકે , આ દરમિયાન ચેમ્બર દ્વારા હયાત જીએસટી દર કાયમ રાખવા માટેની માગણી કરવામાં આવશે. તા . 1 જાન્યુઆરીથી કાપડ ઉદ્યોગમાં જે 12 ટકા જીએસટી લાગુ થવાનો હતો તે ગઈકાલે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બે માસ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી કાઉન્સિલની બેઠકમાં નક્કી થયા મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઇ આગેવાની હેઠળ રીડમશન ઓફ રેટ કમિટી બનાવવામાં આવી છે.
આ કમિટી ફેબ્રુઆરી સુધીમાં કાપડ ઉદ્યોગ પરના પ્રસ્તાવિત 12 ટકા જીએસટી દ૨ મામલે એક વિસ્તૃત રીપોર્ટ તૈયાર કરશે જે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે અને માર્ચ 2022 ના અંત સુધીમાં સંભવતઃ 12 ટકા જીએસટી લાગુ કરવો કે નહીં ? એ બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ આશિષ ગુજરાતીના જણાવ્યા પ્રમાણે કાપડ ઉધોગના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સમક્ષ સતત રજૂઆતો ચાલુ રાખવામાં આવશે. કાપડ ઉધોગ માટે પાંચ ટકાનો જીએસટી દર યોગ્ય છે અને તેના કારણે જ સુરતના કાપડ ઉધોગમાં યુનિટો બંધ થતા બચશે અને મોટા પાયે લોકો બેરોજગાર થતા અટકશે.
12 ટકા જીએસટી નો અમલ બે મહિના સ્થગિત કરાવીને કેન્દ્ર સરકારને ઝુકાવવામાં ઉધોગકારોને સફળતા મળી છે જે મોટી બાબત ગણી શકાય તેવું ટેક્સ્ટાઇલ ઉધોગકારોનું માનવું છે. જોકે હજી પણ વચગાળાની રાહત માનવામાં આવી રહી છે. ટેક્સ્ટાઇલ ઉધોગમાં આજથી લાગુ થનારા 12 ટકા જીએસટી દર ને સ્થગિત કરીને માર્ચ સુધી ફેરવિચારણા કરવાનો નિર્ણય લેવામાં આવશે.
હાલ મળેલી વચગાળાની રાહતથી વીવર્સને મહિને 50 કરોડ રહેશે અને 100 કરોડનો ટેક્સ પણ બચશે. જોકે આવનારા દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સંગઠનો દ્વારા જીએસટી મામલે રજૂઆતોનો દોર યથાવત રાખવામાં આવશે તેવું વેપારી આગેવાનોનું કહેવું છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment