LPG સિલિન્ડરની કિંમતને લઈને દર મહિનાની પહેલી તારીખે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે જેમાં કિંમત નક્કી કરાય છે
દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ(LPG Cylinder Price)માં રાહત મળી છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.100ની સીધી છૂટ આપવામાં આવી છે. ગેસ કંપનીઓ દ્વારા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર આ ઘટાડો કરવામાં છે. IOCL અનુસાર 1 જાન્યુઆરી, 2022ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 102 રૂપિયા ઘટવાથી 1998.5 થઇ છે. જોકે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વર્ષ 2022 ની પહેલી ભેટ
નોંધનીય છે કે અગાઉ ડિસેમ્બર 2021માં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. કંપનીઓએ ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો જોકે લોકો માટે રાહતની વાત એ હતી કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. નવા વર્ષમાં આ જ વધેલા ભાવથી રેસ્ટોરન્ટ અને વેપારી માલિકોને રાહત મળી છે.
5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર?
એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને દર મહિનાની પહેલી તારીખે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. આ બેઠકમાં એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. આમતો વધારાની સંભાવના હતી કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થોડો વધારો થયો છે. જોકે, એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની જેમ ગેસની કિંમત ઘટાડી કે સ્થિર રાખી શકે છે.
ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં
મહત્વની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો ફરી એકવાર સ્થિર રાખવામાં આવી છે. ઓક્ટોબરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં કિંમતોમાં વધારો થયો નથી. દિલ્હી અને મુંબઈમાં સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 899.50 છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment