Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Tuesday, 11 January 2022

પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ, Sensex 60,571 સુધી ઉછળ્યો (Share Market)

 


સપ્તાહના પ્રથમ દિવસે આજે શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. સેન્સેક્સ 651 પોઈન્ટ વધીને 60,395 પર બંધ રહ્યો હતો.


ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક તેજી બાદ ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. સેન્સેક્સ(Sensex Today) આજે 60,342.70 ઉપર ખુલ્યો હતો જે 60,571.30 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો. નિફટી(Nifty)ની વાત કરીએતો ઇન્ડેક્સ 18000 ને પાર પહોંચ્યો હતો. નિફટીમાં ઉપલું સ્તર 18,053.90 સુધી નોંધાયું છે.

વૈશ્વિક સંકેત નબળાં
સ્થાનિક શેરબજાર(Stock Market) માટે વૈશ્વિક સંકેતો આજે નબળા હતા. આજે એટલે કે 11 જાન્યુઆરીએ મુખ્ય એશિયન બજારોમાં વેચાણ જોવા મળી રહ્યું છે. સોમવારે યુએસ માર્કેટમાં પણ મિશ્ર એક્શન જોવા મળ્યું હતું. ડાઉ જોન્સમાં 163 પોઈન્ટની નબળાઈ હતી અને તે 36,068.87 પર બંધ રહ્યો હતો. S&P 500 પણ 7 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નાસ્ડેક 7 પોઈન્ટ વધીને 14,942.83 પર બંધ રહ્યો હતો. યુએસમાં 10-વર્ષના બોન્ડની ઉપજ 1.8 ટકા પર પહોંચી ગઈ છે. વૈશ્વિક એજન્સી ગોલ્ડમેન સૅશનો અંદાજ છે કે ફેડરલ રિઝર્વ 2022માં ચાર વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. Nikkei 225માં પણ 1 ટકાથી વધુની નબળાઈ છે. હેંગ સેંગ, તાઈવાન વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ પણ લાલ રંગમાં છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં ફ્લેટ ટ્રેડિંગ થઈ રહ્યું છે.

મિડકેપ ઇન્ડેક્સ

NSE દ્વારા નિફ્ટી સિલેક્ટ મિડકેપ ઈન્ડેક્સમાં ટ્રેડિંગને મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટ 24 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. બીજી તરફ સેબીએ ગોલ્ડ એક્સચેન્જ માટેનું માળખું બહાર પાડ્યું છે. નવા સેગમેન્ટમાં સોનાની ઈલેક્ટ્રોનિક રિસીટમાં વેપાર કરવાની છૂટ મળશે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ

NSE પર F&O હેઠળ આજે એટલે કે 11મી જાન્યુઆરીએ 3 શેરોમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે. આજે જે શેરનું ટ્રેડિંગ થશે નહીં તેમાં Indiabulls Housing Finance, Delta Corp અને RBL Bankનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે બજારમાંથી રૂ. 124.23 કરોડ ઉપાડ્યા હતા. દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ બજારમાં રૂ. 481.55 કરોડનું રોકાણ કર્યું હતું.

સોમવારે તેજી સાથે કારોબાર પૂર્ણ થયો

સપ્તાહના પ્રથમ દિવસે આજે શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 60 હજારની ઉપર ખુલ્યો અને કારોબારના અંતે તે 651 પોઈન્ટ વધીને 60,395 પર બંધ રહ્યો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 274.72 લાખ કરોડ હતું. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 190 પોઈન્ટ વધીને 18,003 પર બંધ થયો હતો. તે 17,913 પર ખુલ્યો અને 18,017ની ઊંચી અને 17,879ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
Share:

0 Comments:

Post a Comment

Ads