Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Monday, 3 January 2022

10 જાન્યુઆરીથી બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે

 


તારીખ 10 જાન્યુઆરીથી બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષથી ઉપર કો મોરબીડ કન્ડિશન ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે.

સુરતમાં(Surat)10 જાન્યુઆરી 2022થી 60 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ તથા હેલ્થ કર્મચારીઓ(Health Workers)સહિત કોરોના વોરિયર્સની(Corona Warriors)કેટેગરીમાં આવનાર લોકોને પ્રિકોશન ડોઝ ((Precaution dose)) આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

જેમાં સુરત મનપા દ્વારા આ કેટેગરીમાં આવતાં લોકોની માહિતી એકત્ર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે . બીજો ડોઝ લીધા બાદ 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવાં કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં લોકોને આ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે .

બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેમને અપાશે ડોઝ

બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવાં 44,435 લોકો 10 જાન્યુઆરીએ પ્રિકોશન ડોઝ લેવા માટે યોગ્યતા પ્રાપ્ત થશે . જેમાં રોજ વધારો – ઘટાડો થઇ શકે છે.નોંધનીય છે કે વેકસિન લીધા બાદ પણ લોકો હવે કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે, તેવામાં આવા લોકોને પણ સંક્રમણથી બચાવવા માટે બુસ્ટર ડોઝ મળે તે જરૂરી છે. જેથી હવે ફરી એકવાર વેકસીનની આ સાઇકલ બુસ્ટર ડોઝ માટે ફેરવવામાં આવશે.

અને હવે તારીખ 10 જાન્યુઆરીથી બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષથી ઉપર કો મોરબીડ કન્ડિશન ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે.

શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધી

કોરોનાના કેસોની સંખ્યામાં રોજબરોજ બમણી ગતિથી વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પણ વધારવામાં આવી છે. હાલ શહેરમાં 264 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે જેમાં 6159 ઘરના 23,500 વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે.

સુરતમાં સૌથી વધારે કેસો અઠવા અને રાંદેર ઝોનના નોંધાયા છે, ત્યારે અઠવા ઝોનમાં 149 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં 3709 ઘરનો સમાવેશ, જ્યારે રાંદેર ઝોનમાં 56 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં 1027 ઘરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે:  અહીં ક્લિક કરો

Share:

Related Posts:

0 Comments:

Post a Comment

Ads