SMC એ કોરોનાની ત્રીજી લહેર ઘાતક બને તે પહેલા મૃતદેહ નિકાલની તીયારો શરુ કરી દીધી છે. જોકે અત્યારથી જ આવી તૈયારીથી આશ્ચર્ય સર્જાયું છે. છતાં મનપા સતર્ક રહેવા માંગે છે, એ હકીકત છે.
આખા ગુજરાતની સાથે સુરતમાં પણ કોરોના કેસો (Corona in Surat) વધવાની શરૂઆત થઇ ગઈ છે. જે રીતે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તે જોતાં ત્રીજી લહેરની પ્રબળ સંભાવના જોવાઈ રહી છે. મનપાએ (SMC) ત્રીજી લહેર માટે ટેસ્ટીંગ કીટ, સારવાર સહીતના મુદ્દે આગોતરું આયોજન શરુ કરી દીધું છે. આ સાથે કોરોનાની અગાઉ બે લહેરો જેવી જ વિકટ અને ભયાવહ સ્થિતિ સર્જાય, અને વધુ લોકોના મોત થાય તો મૃતદેહના નિકાલ માટે પણ મનપા દ્વારા આ વખતે આગોતરા આયોજન માટે કવાયત હાથ ધરાઈ છે.
અગાઉ કોરોનાની બબ્બે લહેરોમાં મૃતદેહોના કોવિડ ગાઈડલાઈન મુજબ નિકાલ કરનારા, આ કામગીરી કરતાં માણસો અને ગાડીઓના ભાવ નક્કી કરવા માટે વહીવટી તંત્રએ અત્યારથી જ શાસકોની મંજુરી માગી છે. અગાઉ બે લહેરોમાં એવી ભયાવહ સ્થિતિ હતી કે જુના, બંધ સ્મશાનો ખોલાવવા પડ્યા હતા. અને છતાં અંતિમસંસ્કારો માટે લાંબી કતારો લાગી હતી.
આવી સ્થિતિ સર્જાય ત્યારે ઉતાવળે નિર્ણય કરવાને બદલે અત્યારથી ભાવ નક્કી કરવાથી છેલ્લી ઘડીએ અફરાતફરી ન સર્જાય એવા આશય સાથે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. કોરોનાની પ્રથમ લહેર વખતે કોરોનાના મૃતકોની અંતિમવિધી શહેરના એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ કામગીરીમાં ન પહોંચી વળતા, ખાસ ખરીદ સમિતિ દ્વારા મૃતકોની અંતિમવિધિ માટે તાત્કાલિક ધોરણે આ કામગીરી માટેના માણસો અને ગાડીઓ રોકી, ભાવ નક્કી કરીને વિવિધ એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી.
12 કલાકની કામગીરી માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ 700 રૂપિયા અને 24 કલાકની કામગીરી માટે 1400 રૂપિયાની ચુકવણી કરવા તથા મૃતદેહના નિકાલ માટે ગાડીના 24 કલાકના એક હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ભાવો મુજબ જ ચુકવણી પણ ક૨વામા આવી હતી.
હાલ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે મનપાને ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. જેના કારણે શાસકો સમક્ષ તંત્ર દ્વારા મૃતદેહના નિકાલ માટે ભાવ નક્કી કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. અગાઉ, બીજી લહેરમાં જે રીતે મૃતદેહના નિકાલ માટે ગાડી અને માણસોના ભાવ નક્કી કરાયા હતા, તેવી જ રીતે ત્રીજી લહેરની પૂર્વતૈયારી રૂપે જુના ભાવે કામગીરી સોંપવાનો નિર્ણય શાસકો દ્વારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ દરખાસ્ત તૈયાર કરતા પહેલા, અગાઉ કામગીરી કરી ચુકેલા વ્યક્તિઓને જુના ભાવે જ કામ કરવા, ટેલિફોનિક સંમતિ લેવામાં આવી હતી. તેઓની સંમતિ બાદ જ મૃતદેહના નિકાલ માટે ગાડી અને વ્યક્તિના ભાવ નક્કી કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
જોકે અત્યારથી જ આવી દરખાસ્ત મુકાવાને પગલે આશ્ચર્ય સર્જાયું છે. કોરોના હજી તીવ્રતાથી વધવાનું શરૂ થયું નથી, છતાં મનપા સતર્ક રહેવા માંગે છે, એ હકીકત છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment