એકેડેમીક કાઉન્સીલ દ્વારા ગ્રેજયુએશનના કોમર્સ , સાયન્સ , આર્ટસ સહિતના અભ્યાસક્રમમાં સેમેસ્ટર 1 થી 5 ની તમામ એટીકેટી અને રેગ્યુલર પરીક્ષા ઓનલાઇન મોડથી લેવામાં આવશે .
એટલુ જ નહીં પણ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસો પણ વધતા જોવા મળ્યા હોવાથી એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં વિદ્યાર્થીઓને કોરોનાનું ગ્રહણ નહીં નડે અને વિદ્યાર્થીઓ અત્યારથી જ એપ્રિલ મહિનામાં યોજાનારી પરીક્ષાનું આયોજન કરી શકે તે માટે એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં મહત્તમ પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો .
એકેડેમીક કાઉન્સીલ દ્વારા ગ્રેજયુએશનના કોમર્સ , સાયન્સ , આર્ટસ સહિતના અભ્યાસક્રમમાં સેમેસ્ટર 1 થી 5 ની તમામ એટીકેટી અને રેગ્યુલર પરીક્ષા ઓનલાઇન મોડથી લેવામાં આવશે . એ જ રીતે પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસક્રમમાં પણ 1,2 અને 3 સેમેસ્ટરની પરીક્ષાઓ ઓનલાઇન મોડથી લેવામાં આવશે જયારે ગ્રેજયુએશનનાં છઠ્ઠા સેમેસ્ટર અને પોસ્ટ ગ્રેજયુએશનના ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ જે તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખી કુલપતિ ચાવડા દ્વારા નિર્ણય કરવામાં આવશે .
આ વધુમાં જોવા જઇએ તો યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા માટે પ્રશ્ન પત્ર કઇ રીતે તૈયાર કરવા તેની સુચના પણ પેપર સેટરોને આપવામાં આવશે . આ અંગે કુલપતિ કે.એન.ચાવડાએ જણાવ્યું હતુ કે વર્તમાન સમયમાં ફરી એક વખત કોરોનાના કેસો વધ્યા હોય , અને વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી તૈયારી કરવામાં સરળતા મળી રહે તે માટે ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે . જો કે અંતિમ સેમેસ્ટરની પરીક્ષા જે તે સમયની સ્થિતિ સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય જાહેર કરાશે .
0 Comments:
Post a Comment