ઓમિક્રોનના ખતરા વચ્ચે ભારતના લગભગ દરેક રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, જેને લઈને લોકો ખૂબ જ ચિંતિત છે. ત્યારે અભિનેતાએ સોશિયલ મીડિયા પર સંદેશો આપીને ફરી એક વખત ઉદારતા બતાવી છે.
બોલિવૂડમાં આજે સોનુ સૂદનુ (Sonu Sood) નામ જાણીતું છે. તેણે હીરોથી લઈને ખલનાયક સુધીનું પાત્ર નિભાવીને ચાહકોના દિલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ છે. સોનુ સૂદે કોરોના મહામારીના સમયે લોકોની ઘણી મદદ કરી હતી. લોકડાઉન થવાના કારણે શ્રમિકોને સ્થળાંતર કરવુ પણ અઘરૂ થઈ ગયુ હતુ. દરેક જગ્યાએ લોકોની ભીડ હતી અને જે કોઈ પણ પોતાની આજીવિકા માટે અન્ય શહેરોમાં રહેતા હતા, તે કોઈપણ ભોગે પોતાના ઘરે પરત ફરવા માંગતો હતા.
ગરીબોના મસિહા તરીકે જાણીતા બન્યા
આ મુશ્કેલ સમયમાં સોનુ સુદે દેવદુત બનીને લોકોની મદદ કરી હતી. સોનુ સૂદે લોકો માટે માત્ર ખાવા-પીવાની વ્યવસ્થા જ નહોતી કરી, પરંતુ તેમના પૈસાથી લઈને વાહનો સુધીની મુસાફરીની પણ વ્યવસ્થા કરી હતી. આ મહામારી બાદ સોનુ સૂદ ગરીબોના મસિહા તરીકે જાણીતા બન્યા હતા.
તમને જણાવી દઈએ કે, અભિનેતા સોનુ સૂદે પોતાના દમ પર મુંબઈ આવીને બોલિવૂડમાં (Bollywood) પોતાનુ સ્થાન હાંસલ કર્યું હતુ અને હવે તે લોકોને મદદ કરવામાં આગળ આવી રહ્યા છે. આજે પણ લોકો સોનુ સૂદનો એ ઉપકાર ભૂલી શકતા નથી. ત્યારે ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે. ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના કેસ વધતા હાલ લોકોની ચિંતા વધી છે.
અભિનેતાએ લોકોને આપ્યો આ સંદેશ
કેન્દ્ર સરકાર પણ હાલ વધતા કેસને લઈને ચિંતિત છે અને રાજ્ય સરકારોને સતર્ક રહેવા અપીલ કરી રહી છે. આ દરમિયાન સોનુ સૂદે ઓમિક્રોનના વધતા ખતરાને જોતા ફરી એકવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મેસેજ શેર કર્યો છે. પોતાની એક તસવીર શેર કરીને સોનુ સૂદે લોકોને એક સંદેશ પણ આપ્યો છે. સોનુ સૂદે લખ્યું છે કે, “કોરોનાના કેસ ગમે તેટલા વધી જાય, ભગવાન ના કરે તમને ક્યારેય તેની જરૂર પડશે, પરંતુ જો આવું થાય, તો યાદ રાખો કે મારો નંબર… હજી પણ એ જ છે. સુરક્ષિત રહો, હંમેશા હું માત્ર એક કોલ દૂર છું.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment