પુષ્પા ફિલ્મના હિન્દી વર્ઝને ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ ટ્વિટર પર માહિતી શેર કરતા જણાવ્યું છે કે પુષ્પા હિન્દીએ કમાણીના મામલામાં દક્ષિણની અન્ય હિન્દી ડબ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
હોલિવૂડ ફિલ્મ ‘સ્પાઈડરમેનઃ નો વે હોમ’ સાથે રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ સિરીઝ ‘પુષ્પા’ (Telugu Film Pushpa) પૂરજોશમાં ચાલી રહી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ તેના શાનદાર બોક્સ ઓફિસ કલેક્શનથી (Pushpa Collection) તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે અને આ ફિલ્મે એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે સાંભળીને અલ્લુના ચાહકોની ખુશીનો કોઈ પાર નહીં રહે.
પુષ્પાએ 13 દિવસમાં કરી આટલી કમાણી ?
અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પાને દેશભરના દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. તમિલ, તેલુગુમાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ અને લોકપ્રિયતા છે. પરંતુ હિન્દી સિનેમા જગતમાં પણ સાઉથની ફિલ્મોનો દબદબો છે. તમને જણાવી દઈએ કે, તેલુગુ સિનેમામાં ધૂમ મચાવી રહેલી અલ્લુ અર્જુનની ‘પુષ્પા ધ રાઇઝ’ હિન્દી વર્ઝન દર્શકોને ખુબ પસંદ આવ્યુ છે. આ ફિલ્મે 13 દિવસમાં 45.5 કરોડ કમાણી કરીને KGF-1ને પણ પાછળ રાખી દીધી છે.
KGF 1 ને પાછળ રાખી દીધી !
પુષ્પા ફિલ્મના હિન્દી વર્ઝને રીતે સારું પ્રદર્શન કર્યું છે અને અલ્લુ અર્જુનનું સ્ટારડમ સાબિત કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ ટ્વિટર પર માહિતી શેર કરતા જણાવ્યું છે કે પુષ્પા હિન્દીએ કમાણીના મામલામાં દક્ષિણની અન્ય હિન્દી ડબ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જ્યારે અત્યાર સુધી કેજીએફ હિન્દી આ યાદીમાં ટોચ પર હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં હિન્દીમાં રિલીઝ થયેલી દક્ષિણ ભારતીય ફિલ્મો વિશે વાત કરીએ તો, સૌથી વધુ ચર્ચામાં આવેલી કન્નડ ફિલ્મ KGF ચેપ્ટર 1 જે 2018માં આવી હતી પરંતુ પુષ્પાએ KGF-1ને પણ પાછળ છોડી દીધી છે. પુષ્પા ફિલ્મે 13 દિવસમાં 45.5 ની કમાણી કરી છે અને હવે અલ્લુ અર્જુનની ફિલ્મે પ્રથમ નંબર પર પોતાનું સ્થાન બનાવી લીધું છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment