એસએસ રાજામૌલી શાનદાર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. ત્યારે હવે તેની આગામી ફિલ્મ RRRની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ શહેરમાં કોરોનાને કારણે થિયેટરો થયા બંધ
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, એસએસ રાજામૌલી અને RRRT કીમે ભીમલા નાયકથી લઈને સરકારુ વારુ પાટા સુધીના ઘણા ફિલ્મ નિર્માતાઓને તેમની ફિલ્મો આગળ રિલીઝ કરવા કહ્યું હતુ જેથી કરીને તેઓ આરઆરઆર રિલીઝ કરી શકે. મેકર્સ ઈચ્છી રહ્યા છે કે દર્શકો પોંગલ અને મકરસંક્રાંતિ નિમિતે આ ફિલ્મ જુએ.
હવે આરઆરઆરના નિર્માતાઓની વિનંતી બાદ બાકીની ફિલ્મોના નિર્માતાઓએ તેમની નવી રિલીઝ તારીખ હટાવી દીધી છે. આ સિવાય 7 જાન્યુઆરીએ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં માત્ર RRR ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
વેબસાઈટ અનુસાર, હવે જો RRR ટીમ ફિલ્મને મુલતવી રાખે છે, તો તેમને સોલો રિલીઝ નહીં મળે. ઉપરાંત, તે બાકીના નિર્માતાઓ માટે યોગ્ય રહેશે નહીં જેમણે તેમની ફિલ્મની રિલીઝ મોકૂફ રાખી હતી. તેથી એસ એસ રાજમૌલી આ ફિલ્મની રિલીઝને પોસ્ટપોન કરશે નહિ.મળતા અહેવાલ અનુસાર RRR વિદેશી બેલ્ટમાં $3 મિલિયન સુધીની ટિકિટો વેચી ચૂકી છે અને તેની કિંમત દર કલાકે વધી રહી છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment