મુલતાની માટીનો ઉપયોગ સદીઓથી બ્યુટી પ્રોડક્ટ તરીકે કરવામાં આવે છે. મુલતાની માટીનો ઉપયોગ ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરવાથી લઈને વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે ઘણી રીતે કરવામાં આવે છે. મુલતાની માટીમાં સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ જેવા તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોય છે.
મુલતાની માટી તમારી ત્વચાના છિદ્રોમાંથી સીબુમ, પરસેવો, તેલ અને ગંદકી જેવી અશુદ્ધિઓને દૂર કરે છે અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, મુલતાની માટીનો ઉપયોગ માત્ર સ્કિન કેર માટે જ નથી થતો, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને મુલતાની માટીના એવા સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે!
- પેટની બળતરા ઘટાડે છે
જો તમને પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા હોય અથવા અલ્સરની સમસ્યા હોય તો મુલતાની માટીને લગભગ 3 થી 4 કલાક પાણીમાં પલાળી રાખો.
જે બાદઆ માટીની પટ્ટી બનાવીને પેટ પર રાખો. લગભગ 15 મિનિટ બાદ ઠંડા પાણીથી પેટ સાફ કરો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમે ખૂબ જ આરામદાયક અનુભવશો.
- સાંધા અથવા સ્નાયુમાં દુઃખાવો
જો તમને સાંધા કે માંસપેશીઓના દુઃખાવાની સમસ્યા હોય તો મુલતાની માટી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
તમે દુઃખાવાની જગ્યા પર મુલતાનીમાટી લગાવી શકો છો, તેનાથી ઘણી રાહત મળશે. તે સોજો, જકડાઈ, સાંધા કે સ્નાયુઓમાં દુઃખાવો વગેરેની સમસ્યામાં ઘણી રાહત આપે છે.
આ માટે ગરમ પાણીથીમાટીની પેસ્ટ બનાવો. જે બાદ તેને અસરગ્રસ્ત વિસ્તાર પર ગરમ લેપ લગાવો જ્યાં દુઃખાવો હોય, પછી પાટો બાંધો. 15 મિનિટ બાદ ગરમ પાણીમાં ટુવાલ નાખીને આમાટીને સાફ કરો.
જે બાદ તે જગ્યાને કપડા વગેરે બાંધીને થોડી વાર ઢાંકી દો, જેથી પવન ન ફૂંકાય. થોડા દિવસો સુધી સતત આમ કરવાથી ઘણી રાહત મળશે.
- રક્ત પરિભ્રમણ સુધારવા માટે
તમને જાણીને નવાઈ લાગશે કે, મુલતાની માટી લોહીના પ્રવાહમાં પણ સુધારો કરે છે. આ માટે મુલતાની માટીમાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેનેશરીરના કોઈપણ ભાગ પર લગાવો.
જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તેને ભીના ટુવાલથી લૂછી લો. આમ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તમે દરરોજ પણ આઉપાય અજમાવી શકો છો.
- એન્ટિસેપ્ટિક ગુણોથી સમૃદ્ધ
મુલતાની માટીમાં ઉત્તમ એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે, તેથી તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે પણ થાય છે. તે ત્વચા પર બર્ન અને કટ એરિયામાંથી સંક્રમણ દૂર કરવાનુંકામ કરે છે.
આ સાથે જ તેને રોજ લગાવવાથી દાઝી જવાના કે કટના નિશાન પણ ગાયબ થઈ જાય છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment