કોવિડ 19 ના કેસ સતત વધી રહ્યા છે. એવામાં સામે રાજકીય મેળાવડા પણ વધી રહ્યા હોય એમ લાગે છે. આ વચ્ચે, CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટમાં રોડ શો કરવાના છે.
કોરોનાની (Corona) આફત વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આવતીકાલે રાજકોટમાં રોડ શો (Road Show) કરશે. તેઓ આવતીકાલે રાજકોટની મુલાકાતે છે. જ્યાં એરપોર્ટથી ડી.એચ.કૉલેજ સુધી તેમના રોડ શોનું આયોજન છે. રોડ શોને લઈ શહેર ભાજપ અને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોડ શોમાં સીઆર પાટીલ અને પાંચ પ્રધાનો હાજર રહેશે. તેઓ સુશાસન દિવસના કાર્યક્રમમાં પણ હાજર રહેશે.
તો બીજી તરફ રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. શહેરમાં કોરોનાના કેસનો ડબલીંગ રેશિયો 6 દિવસથી ઘટીને 3 દિવસ થયો છે. 29 ડિસેમ્બરના આંકડા પ્રમાણે ગત ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં હાલમાં કોરોના વાયરસના 101 એક્ટિવ કેસ છે. જેમાંથી 93 જેટલા કેસોમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ જેટલા ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવશે.
આ સાથે શહેરમાં ધન્વંતરી રથ પણ શરૂ કરવામાં આવશે. પોઝિટિવ કેસના સરેરાશ 84 જેટલા લોકોનું કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં જેટલી ટીમો દ્વારા વિવિધ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સિટી બસમાં લોકોની ભીડને લઇને ગાઇડલાઇનનું પાલન થાય તે માટે એજન્સીને તાકીદ કરવામાં આવી છે.
આ વચ્ચે નેતાઓના મેળાવડા અને મોટા આયોજનો કોરોનાને કેવું આમંત્રણ આપે છે એતે તો સમય જ બતાવશે. એક તરફ સરકાર ન્યૂ યર પાર્ટી એન આયોજનને લઈને વિચારણા કરી રહી છે. ત્યારે દરરોજ અલગ અલગ શહેરમાં થતા સરકારી કાર્યક્રમો તેમજ નેતાઓના કાર્યક્રમોમાં માસ્ક તેમજ અન્ય નિયમોનું ઉલ્લંઘન જોવા મળે છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment