સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 1 જાન્યુઆરી, 2022થી ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવાની મંજૂરી આપી છે. ઈલેક્ટોરલ બોન્ડ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવશે.
સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 1 જાન્યુઆરી, 2022થી ઈલેક્ટોરલ બોન્ડ (કોઈ રાજકીય પક્ષને આપવામાં આવતું દાન) જાહેર કરવાની મંજૂરી આપી છે. આ ઈલેક્ટોરલ બોન્ડ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવશે. સરકારે તેના નિવેદનમાં કહ્યું કે SBIને તેની 29 અધિકૃત શાખાઓ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવા માટે અધિકૃત કરવામાં આવી છે.
ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યુ થયાની તારીખથી 15 દિવસો માટે માન્ય રહેશે. અને જો ઈલેક્ટોરલ બોન્ડ નિયત અવધિ પછી જમા કરવામાં આવશે તો કોઈપણ રાજકીય પક્ષને કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં. કોઈ યોગ્ય રાજકીય પક્ષ દ્વારા તેના ખાતામાં ઈલેક્ટોરલ બોન્ડ જમા કરાવવા પર તે જ દીવસે ક્રેડીટ કરવામાં આવશે.
એક નિવેદનમાં, સરકારે કહ્યું કે ભારત સરકારે 2 જાન્યુઆરી, 2018 ના તારીખવાળા ગેઝેટ નોટિફિકેશન દ્વારા ઈલેક્ટોરલ બોન્ડને નોટીફાઈ કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યોજનાની જોગવાઈઓ અનુસાર, ઈલેક્ટોરલ બોન્ડ એવી વ્યક્તિ કે સંસ્થા ખરીદી શકે છે જે ભારતનો નાગરિક હોય. અથવા ભારતમાં કંપનીની સ્થાપના કરવામાં આવી છે. એક વ્યક્તિ ઈલેક્ટોરલ બોન્ડને એકલા અથવા સંયુક્ત રીતે બીજા લોકો સાથે ખરીદી શકે છે.
ઈલેક્ટોરલ બોન્ડ શું છે?
ઈલેક્ટોરલ બોન્ડ એટલે એક એવો બોન્ડ જેના પર એક કરન્સી નોટની જેમ તેની વેલ્યું અથવા મુલ્ય લખેલું હોય છે. આ બોન્ડનો ઉપયોગ વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંસ્થાઓ વતી રાજકીય પક્ષોને દાન આપવા માટે થઈ શકે છે. પ્રથમ તબક્કામાં ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ 1 થી 10 માર્ચ 2018 દરમિયાન થયું હતું.
ઈલેક્ટોરલ બોન્ડની ખાસ વાતો
- આ બોન્ડ દેશભરમાં SBIની પસંદગી પામેલી શાખાઓમાં ઉપલબ્ધ હશે.
- ઈલેક્ટોરલ બોન્ડ ફક્ત તે જ ખરીદી શકે છે જેમના ખાતામાં KYC વેરિફાઈડ હોય.
- ફાળો આપનારાઓએ આ બોન્ડ તેમની પસંદગીના પક્ષને બોન્ડની ખરીદીની તારીખથી 15 દિવસની અંદર આપવાના રહેશે.
- રાજકીય પક્ષ આ બોન્ડને બેંકમાં વેરિફાઈડ એકાઉન્ટ દ્વારા રોકડ કરશે.
- બોન્ડ પર દાતાનું નામ નહીં હોય અને તેની વિગતો ફક્ત બેંક પાસે જ રહેશે.
- બેંક આ બોન્ડ્સ પર કોઈ વ્યાજ ચૂકવતી નથી.
- કેન્દ્ર સરકારની સૂચનાઓ અનુસાર દરેક ક્વાર્ટરની શરૂઆતમાં 10 દિવસ સુધી બોન્ડ ખરીદી શકાય છે.
- ઈલેક્ટોરલ બોન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરના પહેલા 10 દિવસોમાં ખરીદી શકાય છે.
0 Comments:
Post a Comment