GST કાઉન્સિલની 46મી બેઠક આજે યોજાશે. જેના પર રાજ્યના વેપારીઓની નજર રહેશે. વેપારીઓ GST વધારાનો વિરોધ કરી રહ્યા છે.
આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની (Nirmala Sitharaman) અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક યોજાશે. આ બેઠકમાં GST દરોમાં (GST Rate) સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં કાપડ અને ફૂટવેરના GST દરના નિર્ણય પર સૌ કોઈની નજર રહેશે. સૂત્રો મુજબ રાજ્યોના નાણા પ્રધાનોની પેનલ બેઠકમાં દરોને તર્કસંગત બનાવવા અંગે પોતાનો અહેવાલ રજૂ કરશે. પેનલે રિફંડ ઘટાડવા માટે તે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હેઠળની વસ્તુઓની પણ સમીક્ષા કરી છે.
GSTના ચાર સ્લેબ
રાજ્ય અને કેન્દ્રીય સત્તાવાળાઓની બનેલી ફિટમેન્ટ કમિટીએ સ્લેબ અને દરોમાં ફેરફાર અને ડિસ્કાઉન્ટ લિસ્ટમાંથી વસ્તુઓને દૂર કરવા અંગે ઘણી ભલામણો કરી છે. હાલમાં GSTના ચાર સ્લેબ છે. 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. આવશ્યક ચીજવસ્તુઓ GST મુક્ત છે અથવા સૌથી નીચા સ્લેબ પર કર લાદવામાં આવે છે.
ટેક્સટાઈલમાં જીએસટી વધારો રોકવાની માગ
જ્યારે લક્ઝરી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ સૌથી વધુ સ્લેબને આધીન છે. બીજી તરફ રાજ્યોના નાણાપ્રધાન ટેક્સટાઈલમાં પ્રસ્તાવિત જીએસટી વધારો ઘટાડવાની માગ કરી રહ્યા છે. ટેક્સટાઇલમાં 5 ટકાથી 12 ટકાનો પ્રસ્તાવિત વધારો પરત ખેંચવાની માગણી કરી છે.
ગુજરાતમાં વેપારીઓ આકરા પાણીએ
જણાવી દઈએ કે કાપડ અને ગારમેન્ટ પર જીએસટી નો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા સામે આજે રાજ્યના વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. જેમાં સુરતમાં 165થી પણ વધુ ટેક્સ્ટાઈલ માર્કેટોના (Textile Market ) 65 હજાર કરતા પણ વધારે વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. એક દિવસના બંધના કારણે માત્ર સુરતમાં માર્કેટને 150 કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. છતાં GST મામલે હજી પણ લડત આપવા વેપારીઓએ મન બનાવી લીધું છે
વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
betmatik
ReplyDeletekralbet
betpark
tipobet
slot siteleri
kibris bahis siteleri
poker siteleri
bonus veren siteler
mobil ödeme bahis
XPHLP3
dijital kartvizit
ReplyDeletereferans kimliği nedir
binance referans kodu
referans kimliği nedir
bitcoin nasıl alınır
resimli magnet
1İ32YQ