Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Thursday, 30 December 2021

કોણ છે આ યુવક જેની સાથે રતન ટાટાએ મનાવ્યો જન્મદિવસ? જાણીને તમે પણ ચોંકી જશો

 


શું તમે જાણો છો કે રતન ટાટાની સાથે ઉભો રહેલો યુવક કોણ છે, જેને બિઝનેસની દુનિયામાં માસ્ટર કહેવામાં આવે છે. યુવકનું રતન ટાટા સાથે એટલું સારું બોન્ડિંગ છે કે તે તેના ખભા પર હાથ રાખીને વાત કરે છે.


વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) તેમના કામ માટે વિશ્વભરમાં જાણીતા છે. રતન ટાટાએ મંગળવાર, 28 ડિસેમ્બર, 2021ના ​​રોજ તેમનો 84મો જન્મદિવસ (Ratan Tata Birthday) ઉજવ્યો. તેમનો જન્મદિવસ મનાવતો એક વીડિયો હાલ વાયરલ (Viral Video) થયો છે.

આ વીડિયોમાં રતન ટાટા ખુરશી પર બેસીને સામેના ટેબલ પર એક નાનકડી કપકેક કાપતા જોવા મળે છે. જ્યારે રતન ટાટાએ નાની કેક પર મીણબત્તીને ફૂંક મારી કેક કાપી ત્યારે તેમની સામેના ટેબલ પર બેઠેલો યુવક રતન ટાટા પાસે આવે છે અને તેમના ખભા પર હાથ મૂકે છે. પછી તે બેસે છે અને રતન ટાટાને કપકેકનો ટુકડો ખવડાવે છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે રતન ટાટાએ કોઈ પણ જાતનો દેખાડો કર્યા વિના સાદી કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ ઉજવણીમાં સૌથી મહત્વની વાત એ છે કે તેમણે પોતાનો જન્મદિવસ ખૂબ જ સાદગી સાથે ઉજવ્યો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પરંતુ આ વીડિયોમાં ઘણા લોકો વિચારી રહ્યા છે કે રતન ટાટા સાથે કેક કાપનાર આ યુવક કોણ છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ છોકરાને રતન ટાટા સાથે કોઈ પારિવારિક સંબંધ નથી તેમ છતાં રતન ટાટાએ પોતાનો જન્મદિવસ તેની સાથે ઉજવ્યો તો તમને જણાવી દઇએ કે આ યુવકનું રતન ટાટા સાથે ખાસ જોડાણ છે.

તે રતન ટાટાના ખભા પર હાથ મૂકીને તેમને કેક ખવડાવે છે. શાંતનુ રતન ટાટાના અંગત સચિવ છે. રતન ટાટા યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમના ભાષણો અને વાર્તાઓ સોશિયલ નેટવર્ક પર સતત વાયરલ થાય છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં રહેતા શાંતનુ નાયડુ એવા નસીબદાર યુવક છે, જેનાથી પ્રભાવિત થઈને રતન ટાટાએ પોતે ફોન કરીને કહ્યું કે તમે જે કરો છો તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. શું તમે મારા સહાયક બનશો?

રતન ટાટા સાથે કામ કરી રહેલા શાંતનુએ હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર પોતાની સફળતાની વાર્તા લખી છે. આ પછી તે ચર્ચામાં છે. શાંતનુ કહે છે કે 2014માં તેનું જીવન બદલાઈ ગયું. લગભગ પાંચ વર્ષ પહેલાં તેણે એક કૂતરાને રસ્તા પર અકસ્માતમાં મરતો જોયો હતો. શાંતનુ કુતરાઓને આ રીતે મરતા બચાવવા માટે વિચારવા લાગ્યો. શાંતનુને કૂતરાઓ માટે કોલર બનાવવાનો વિચાર આવ્યો. એક ચમકતો કોલર જેને ડ્રાઈવરો દૂરથી પણ જોઈ શકે.

* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો

Share:

0 Comments:

Post a Comment

Ads