અત્યાર સુધી શહેરમાં 21 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે.જેમાં નિરમા સ્કૂલ 4, નવકાર સ્કૂલ 1, ઉદગમ સ્કૂલ 4, ઝેબર સ્કૂલ 1, ટર્ફ સ્કૂલ 1 અને સી.એન.વિદ્યાલયમાં 1 કેસ નોંધાયો છે.તો સંત કબીર સ્કૂલ 2, ઝેબર સ્કૂલ 1, સત્વ વિકાસ સ્કૂલ 1, મહારાજા અગ્રેસન 3, ડીપીએસ સ્કૂલ 1 અને એચ.બી.કાપડિયામાં પણ એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદ (Ahmedabad) શહેરની શાળાઓમાં કોરોનાનું (corona) સંક્રમણ વધતા તંત્ર એલર્ટ બન્યું છે.અને શાળાઓમાં સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા DEOએ તમામ શાળાઓને તકેદારી રાખવા સૂચના આપી છે.એટલું જ નહીં ગાઈડલાઈન (Guideline) અને સરકારના નિર્દેશોનું પાલન કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. નિયમોનું પાલન નહીં કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી થશે.સાથે સાથે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની DEOને ફરજિયાત જાણ કરવા પણ શાળાઓને આદેશ કરાયો છે.જો જાણ નહીં કરવામાં આવે તો કાર્યવાહી થશે.મહત્વનું છે કે અત્યાર સુધી શહેરમાં 21 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે.જેમાં નિરમા સ્કૂલ 4, નવકાર સ્કૂલ 1, ઉદગમ સ્કૂલ 4, ઝેબર સ્કૂલ 1, ટર્ફ સ્કૂલ 1 અને સી.એન.વિદ્યાલયમાં 1 કેસ નોંધાયો છે.તો સંત કબીર સ્કૂલ 2, ઝેબર સ્કૂલ 1, સત્વ વિકાસ સ્કૂલ 1, મહારાજા અગ્રેસન 3, ડીપીએસ સ્કૂલ 1 અને એચ.બી.કાપડિયામાં પણ એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે.
દેશભરમાં કોરોના અને ઑમિક્રૉનની સ્થિતિ ચિંતાજનક
દેશમાં 33 દિવસ બાદ કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. ઓમિક્રોનના (Omicron) કેસ પણ વધીને 961 થયા છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના (Omicron variant) કેસ દેશના 22 રાજ્યોમાં પ્રસરી ચૂક્યા છે. ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ સરેરાશ 8,000 થી વધુ કેસ નોંધાયા હતા. એકંદરે, કોરોના પોઝીટીવીટી દર 0.92 ટકા છે. 26 ડિસેમ્બરથી દેશમાં દરરોજ 10,000 કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે (Luv Aggarwal) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મિઝોરમના 6 જિલ્લા, અરુણાચલ પ્રદેશનો એક જિલ્લો, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 8 જિલ્લાઓમાં 10 ટકાથી વધુનો સાપ્તાહિક પોઝીટીવીટી દર નોંધવામાં આવી રહ્યો છે. 14 જિલ્લામાં સાપ્તાહિક કેસ પોઝીટીવીટી દર 5-10 ટકાની વચ્ચે રહ્યો છે.
0 Comments:
Post a Comment