Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Friday, 31 December 2021

DEMAT ખાતાધારકો આવતીકાલથી નહીં કરી શકે શેરનું ખરીદ જાણો કારણ



નિયમો અનુસાર જો કોઈ એકાઉન્ટ ધારક ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આ માહિતી અપડેટ નહીં કરે તો તેનું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે.

જો તમારી પાસે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ છે તો તેને તરત જ KYC કરાવો. જો તમે આ પ્રોસેસ આજે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ નહીં કરો તો વર્ષ 2022 થી શેરની ખરીદી અને વેચાણ અટકી શકે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – સેબીએ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સના KYC અપડેટ કરવા માટેની છેલ્લી તારીખ તરીકે 30 સપ્ટેમ્બર 2021 રાખી હતી જે બાદમાં વધારીને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવી છે.

આ વર્ષે એપ્રિલમાં સેબીએ KYC ની ફરજિયાત જરૂરિયાત વિશે માહિતી આપતો પરિપત્ર બહાર પાડ્યો હતો. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવે છે તેઓએ તેમનું નામ, સરનામું, PAN, માન્ય મોબાઈલ નંબર, કમાણી KYC હેઠળ યોગ્ય ઈમેલ આઈડી અપડેટ કરવું જોઈએ નહીં તો બાદમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

શું છે સેબીનો નવો નિયમ?

જો તમે શેરબજારમાં રોકાણ કરવા માંગતા હોય અથવા શેર ખરીદવા અને વેચવા માંગતા હોય તો ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. જો આ બંને ખાતા પહેલેથી જ ખોલવામાં આવ્યા છે તો તેનું કેવાયસી જરૂરી છે. KYCમાં આવકની માહિતી પણ આપવી પડશે. બ્રોકરેજ કંપનીઓ ઘણા સમયથી ગ્રાહકોને આ માહિતી આપી રહી છે જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કામ 31 ડિસેમ્બરની છેલ્લી તારીખની સમયમર્યાદામાં આ કામ પતાવી લેવું જોઈએ નહીં તો એકાઉન્ટ બંધ થઈ શકે છે.

નવા નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે 1 જૂન 2021 પછી ખોલવામાં આવેલા તમામ ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટમાં છ પ્રકારની માહિતી આપવી જરૂરી છે. આ માહિતીમાં નામ, સરનામું, PAN, માન્ય મોબાઈલ નંબર, કમાણી, સાચું ઈમેલ આઈડી નો સમાવેશ થાય છે. ઉપરાંત ગ્રાહકોનો આધાર નંબર તેમના PAN સાથે લિંક હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ આવું ન કરે અથવા KYCમાં આ માહિતી પ્રદાન ન કરે તો ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ બંધ થઈ જશે.

KYC અપડેટ નહીં કરો તો શું થશે?

નિયમો અનુસાર જો કોઈ એકાઉન્ટ ધારક ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આ માહિતી અપડેટ નહીં કરે તો તેનું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. તેના ખાતામાં જે શેર અથવા પોર્ટફોલિયો પહેલેથી જ છે તે ચાલુ રહેશે પરંતુ તે કોઈ નવા પ્રકારનું ટ્રેડિંગ કરી શકશે નહીં. આ એકાઉન્ટ ત્યારે જ ફરી સક્રિય થશે જ્યારે તેમાં KYC વિગતો અપડેટ થશે. સીડીએસએલ અને એનડીએસએલ આ અંગે પહેલાથી જ પરિપત્ર જારી કરી ચૂક્યા છે.

વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો




Share:

0 Comments:

Post a Comment

Ads