Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Friday, 31 December 2021

શિયાળામાં આમળાનું સેવન કરવાથી આટલા રોગોમાંથી મળે છે છુટકારો

 


તમને હેલ્થી રાખવા માટે જેટલી વસ્તુ ની જરૂર છે તે બધી જ વસ્તુઓ ને આમળા ની અંદર આપવા માં આવે છે. અને આમળા ના જ્યુસ ની અંદર જેટલું વિટામિન સી હોઈ છે તેટલું બીજા એક પણ ફ્રૂટ ની અંદર નથી હોતું. અને તે તમારી ઇમ્યુનીટી અને મેટાબોલિઝ્મ ને બુસ્ટ કરે છે.

અને તે વાઇરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ને લાગવા થી પણ બચાવે છે. શું તમને આમળા જ્યુસ ના સ્વાસ્થ્ય લાભો ખબર છે? આમળા ના જ્યુસ ની અંદર આયર્ન, વિટામિન બી સંકુલ, કેરોટીન, ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ ની અંદર હોઇ છે. અને તેની અંદર જે મિનરલસ અને વિટામિન્સ હોઈ છે તે માત્ર આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે જ સારા નથી, પરંતુ તે આપણ જે ઘણા બધા રોગો થઇ છે તે થતા પણ અટકાવે છે.

આમળા ની અંદર જે ક્રોમિયમ કન્ટેન્ટ હોઈ છે તે ડાયાબિટીસ ની અંદર પણ મદદ કરે છે. અને ઉનાળા ની અંદર આમળા નો જ્યુસ પીવા થી પણ આપણા શરીર ને ગરમી ની અંદર રાહત રહે છે. પરંતુ તેને નાની માત્રા ની અંદર બનાવવા જોઈએ. અને આમળા ફ્રેશ હોઈ ત્યારે જ ખાઈ લેવા જોઈએ.

કેમ કે તેને સ્ટોરેજ માં રાખવા માં આવે તો તેની અંદર ઓક્સિડેશન થઇ શકે છે. અને આમળા જ્યુસ વજન ઉતારવા માટે પણ મદદ કરી શકે છે. અને આમળા જ્યુસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેની અંદર થોડુંક ક્રેશડ પેપર નાખવું જોઈએ, એક નાની મધ ની ચમચી, જીંજર ની થોડીક સ્લાઈસ, અને થોડું મીઠું આમળા જ્યુસ ની અંદર મિક્સ કરવા થી તે વધ સ્વાદિષ્ટ બની જાય છે. ઉનાળા ની અંદર આમળા નો જ્યુસ શા માટે પીવો જોઈએ તેના વિષે વધુ આગળ જાણો.

ગેસની સમસ્યા – આજકાલ લોકો મોટાભાગે બહારનુ જમવાનુ જમે છે. જેવા કે જંક ફૂડ મસાલાવાળો ખોરાક જેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. આમળાનુ જ્યુસ પીવાથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે.આમળામાં અનેક પ્રકારના શક્તિશાળી એંટી ઈફ્લેમેટરી અને એંટી-ઓક્સીડેંટ જોવા મળે છે. સાથે જ આ પેટના ટૉક્સિક લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જેનાથી પેટમાં થનારા દુ:ખાવો અને અન્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

  • શરદી તાવમાં રાહત – આમળામાં ઘણા બધા ઔષધીય ગુણ જોવા મળે છે. જેનાથી શરદી તાવ જેવી બીમારીઓ નિકટ નથી આવતી
  • વાળ માટે લાભકારી – આમળાના જ્યુસનુ રોજ સેવન તમારા વાળ માટે વારદાન છે. આ વાળને ઝડપથી વધારવા સાથે જ તેમને મજબૂત અને કાળા બનાવી રાખે છે.
  • ડાયાબિટીસને કંટ્રોલ કરવુ – આમળામાં ગૈલિક એસિડ, ગૈલોટેનિન, અલૈજિક એસિડ અને કોરિલૈગિન જોવા મળે છે જે બ્લડ ગ્લુકોઝ લેવલને ઘટાડે છે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તેથી સવારે આમળાનુ જ્યુસ પીવાનુ ન ભૂલશો.
  • મોઢાના છાલાથી બચાવ – આમળાનુ જ્યુસ તમને મોઢામાં થનારા અલ્સર ચાંદાથી બચાવવામાં મદદ કરે છે.
  • ત્વચા ચમકાવો – આમળામાં એંટી ઓક્સીડેટિવ ક્ષમતાઓ હોવાને કારણે આ તમારી ત્વચાને વધતી વયના પ્રભાવોને દૂર રાખવામાં મદદરૂપ છે.
  • કેંસરથી રોકથામ – આમળામાં એંટી-ઑક્સીડેંટ, એંટી-ઈંફ્લેમેટરી, વિટામિન સી અને ઈમ્યૂનોમોડ્યૂલેટરી (immunomodulatory )ના ગુણ જોવા મળે છે. તેના જ્યુસનુ નિયમિત સેવન આપણા શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરે છે.
  • કોલેસ્ટ્રોલ કંટ્રોલ – હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ફક્ત એક ગ્લાસ આમળાનું જ્યુસ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.
  • પરસ્પર સંબંધો સુધારે – તેમા વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે કારણે સેક્સ દરમિયાન ક્ષમતાને પણ વધારવામાં મદદ કરે છે. જેનાથી સેક્સ લાઈફ વધુ સારી થઈ જાય છે.
* વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

0 Comments:

Post a Comment

Ads