ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ ફિલ્મ થિયેટર ખોલવાની અપીલ કરી છે.
શાહિદ કપૂરની આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી
કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદીને સિનેમાઘરોમાં 50% દર્શક ક્ષમતાનો નિયમ લાગુ કર્યો છે. બીજી તરફ દિલ્હી સરકારે સિનેમાઘરોને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મ જર્સીની (Jersey Movie) રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી એક એવી જગ્યા છે જ્યાંથી બોલિવૂડની ફિલ્મો તગડી કમાણી કરે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ મેકર્સને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.જેથી હાલ ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી રહી છે.
વરુણ અને કૃતિએ પણ થિયેટર એસોસિએશનને ટેકો આપ્યો
તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારના આ નિર્ણય બાદ થિયેટર એસોસિએશનના(Theatre Association) લોકો મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી રહ્યા છે. ઉપરાંત બોલિવૂડના ઘણા કલાકારો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એક દિવસ પહેલા વરુણ ધવન અને કૃતિ સેનને મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની દિલ્હી સરકારને આ નવા નિયમ પર પુનર્વિચાર કરવા અને તેને કોરોના પ્રોટોકોલ હેઠળ મંજૂરી આપવાની અપીલને સમર્થન આપ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે સંતુલન સાધે છે કે કેમ..?
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment