ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOCL) એ આજે શુક્રવાર 31મી ડિસેમ્બર 2021 માટે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. વર્ષના છેલ્લા દિવસે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે , ઝારખંડ સરકારે બુધવારે એટલે કે 29 ડિસેમ્બરે પેટ્રોલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
અહીં પેટ્રોલ ખુબ સસ્તું મળશે
ઝારખંડ સરકારે જાહેરાત કરી છે કે 26 જાન્યુઆરી 2022થી મોટરસાઇકલ અને સ્કૂટર ચલાવનારાઓને 25 રૂપિયા પ્રતિ લિટરના ઘટાડાના ભાવે પેટ્રોલ મળશે. ઝારખંડની રાજધાની રાંચીમાં એક લિટર પેટ્રોલ 98.52 રૂપિયામાં વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 91.56 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ અને ડીઝલ વહેલા સસ્તું થઈ શકે છે
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના પર કામ કરી રહી છે. ભારત ક્રૂડ ઓઇલના ભાવને નીચે લાવવા માટે અન્ય મુખ્ય અર્થતંત્રો સાથે સંકલન કરીને તેના વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ કાઢવાની યોજના પર કામ કરી રહ્યું છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
દરરોજ સવારે 6 વાગ્યે નવા રેટ જાહેર થાય છે
ઓઈલ કંપનીઓ છેલ્લા 15 દિવસના આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર કરે છે. ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારાને સવારે 6 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે.
વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment