ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા ની અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે કેસની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે, મુસ્લિમ લોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે પણ તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી.
પત્નીએ પાલનપુર ફેમિલી કોર્ટના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો
અત્રે નોંધનીય છે કે, લગ્ન હકોને ભોગવવા મામલે બનાસકાંઠાના એક મુસ્લિમ યુગલના કેસમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે. આ અગાઉ પતિ એ પાલનપુર ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જેમાં પતિની તરફેણમાં કોર્ટે હુકમ કર્યો હતો. ત્યારબાદ પત્નીએ પાલનપુર ફેમિલી કોર્ટના હુકમને હાઈકોર્ટના પડકાર્યો હતો. તેમજ તેની સુનવણી દરમ્યાન હાઇકોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
બહુપત્નીત્વનો સ્વીકાર કરાયો છે તેને પ્રોત્સાહન નથી અપાયું
જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ અવલોકન એ પણ કર્યું કે, મુસ્લિમ લોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે પણ તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. એટલે કે મુસ્લિમ લોમાં કાયદો છે. પરંતુ આ કેસમાં કાયદાની સાથે કેસની વાસ્તવિકતા પણ ધ્યાને લેવી જરૂરી હોવાથી પત્નીની તરફેણમાં ચૂકાદો આપવામાં આવ્યો છે
વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment