ગુજરાતમાં 30 ડિસેમ્બરના રોજ કોરોનામાં 500 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં રાજયના છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 573 કેસ નોંધાયા છે જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. તેમજ કોરોના વેરીએન્ટ ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં આજે કોરોનાથી 102 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,15,589 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રાજ્યનો રિકવરી રેટ 98. 50 ટકાએ પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજયના આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે સરકાર દ્વારા વિદેશી પ્રવાસીનું સ્ક્રીનીંગ, ક્વોરન્ટાઇન તેમજ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ માટે ટેસ્ટ -રૅક – ટ્રીટ ની વ્યૂહરચના નું અમલીકરણ કરેલ છે.કોવિડ-૧૯ના ઝડપી નિદાન માટે રાજયમાં કુલ ૧૨ રા૨કારી તેમજ ખાનગી લેબોરેટરી એમ કુલ-૧૩૭ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. લોકોને ઘર આંગણે જ પ્રાથમિક તપાસ, નિદાન અને સારવાર મળી રહે તે માટે ૧૧૦) ટેલીમેડીસીન. ઈ-સંજીવની, ધનવંતરી રથ અને સંજીવની રથની વ્યવસ્થા કરવામાં આવી છે.
ITIHAS સર્વેલન્સ સિસ્ટમ દ્વારા હોટસ્પોટ તથા ઇમ૨જીંગ હોટસ્પોટ વિસ્તાર શોધીને ખાસ કરીને પીક અને એમ્બર hotspot વિસ્તારમાં ધનવંતરી રથના માધ્યમથી transmission ની ચેઇન તોડવા માટે સર્વેલન્સની કામગીરી સઘન કરવામાં આવી રહી છે. વહેલું નિદાન અને સારવાર માટે પોઝીટીવ દર્દીના તમામ કોન્ટેક્ટ ટ્રેસીંગ કરવામાં આવેલ છે.
ત્રીજી લહેરના આયોજન હેઠળ રાજ્યમાં હાલમાં ૧,૧૦,૦૦૦ કુલ પથારીની વ્યવસ્થા જેમાં ૧૫,૯૦૦ આઈસીયુ બેડમાં ૭૮૦૦ વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. બાળકો માટે તમામ કોવીડ હોસ્પિટલમાં ૧૦ થી ૨૦ ટકા બેડ્સ અને 3000 જેટલા વેન્ટિલેટર પણ ઉપલબ્ધ કરી સજ્જ છે
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment