ITR ફાઈલ કરવામાં વિલંબ થવાના કિસ્સામાં કરદાતાએ દંડ ભરવો પડે છે તેમજ આવા લોકોને ઘણા પ્રકારની આવકવેરામાં છૂટ પણ મળતી નથી.
ITR Filing Last Date: ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ છે. જો કોઈ કારણોસર તમે 31 ડિસેમ્બર 2021 ની અંતિમ તારીખ પહેલાં તમારું ITR ફાઇલ કરી શકતા નથી તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે. સરકારે ITR મોડું ફાઈલ કરવા માટે લેટ ફી વસૂલવાની વ્યવસ્થા ઉભી કરી છે.
આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ કરદાતાએ દર મહિને એક ટકાના દરે ટેક્સની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સરકાર દ્વારા નિર્ધારિત છેલ્લી તારીખ પછી ITR ફાઇલ કરો છો તો તમારી પાસેથી 5,000 રૂપિયાની લેટ ફાઇલિંગ ફી લેવામાં આવશે.
આવકવેરામાં મુક્તિ નહિ મળે
ITR ફાઈલ કરવામાં વિલંબ થવાના કિસ્સામાં કરદાતાએ દંડ ભરવો પડે છે તેમજ આવા લોકોને ઘણા પ્રકારની આવકવેરામાં છૂટ પણ મળતી નથી. દંડની સાથે આવકવેરા કાયદાની કલમ-10A અને કલમ-10B હેઠળની છૂટ પણ ઉપલબ્ધ નથી. તે જ સમયે આવા લોકોને કલમ-80IA, 80IAB, 80IC, 80ID અને 80IE હેઠળ પણ છૂટ મળતી નથી.
ઉપરાંત આવકવેરા રિટર્ન મોડું ફાઈલ કરવાને કારણે કરદાતાને આઈટી એક્ટની કલમ-80IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB અને 80RRB હેઠળ કપાતનો લાભ મળશે નહિ.
જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી તો શક્ય તેટલું જલ્દી કરો. અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નવા પોર્ટલ પર ITR કેવી રીતે ફાઇલ કરવું તે પણ જાણો કારણ કે પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. નવું પોર્ટલ પહેલા કરતા વધુ સરળ છે અને એકવાર તમે લોગીન થઈ જાઓ તો રિટર્ન ફાઈલ કરવામાં કોઈ સમસ્યા નહીં રહે. ચાલો જાણીએ કે પોર્ટલ પર ITR કેવી રીતે ફાઇલ કરવું.
વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment