શાળાઓમાં કોરોના સંક્રમણ વધતા શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. મંજૂરી વિના જ પૂર્વ પ્રાથમિક શાળાઓ બેરોકટોક ચાલી રહી હોવાની સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
અમદાવાદ શહેરની શાળાઓમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે એક દિવસમાં જ 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. શાળામાં કેસો વધતા તંત્ર એલર્ટ થયું છે. ડીઇઓએ તમામ શાળાઓને તકેદારી રાખવા સૂચના આપી છે. તો બીજી તરફ વાલીઓની ચિંતામાં વધારો થયો છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ બનતા શાળાઓમાં ઓફલાઇન વર્ગો બંધ કરવા વાલીઓએ માંગ કરી છે.
ડીઇઓએ શાળાઓને કડક સૂચના આપી
અમદાવાદ શહેરમાં શાળાઓમાં કોરોનાનું જોખમ ઉભું થયું છે. શાળાઓમાં કેસો વધતા તંત્ર એલર્ટ થયું છે. ડીઈઓએ ગાઈડલાઈન અને સરકારના નિર્દેશોનું પાલન નહીં કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. શાળાઓએ કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની ડીઈઓને ફરજિયાત જાણ કરવી પડશે. જાણ નહીં કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી થશે. અત્યાર સુધી શહેરમાં 21 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે
અમદાવાદમાં શાળાઓમાં આવેલ કેસ
- નિરમા સ્કૂલ- 4 કેસ
- નવકાર સ્કૂલ-1 કેસ
- ઉદગમ સ્કૂલ-4 કેસ
- ઝેબર સ્કૂલ-1 કેસ
- ટર્ફ સ્કૂલ-1 કેસ
- સી એન વિદ્યાલય- 1 કેસ
- સંત કબીર સ્કૂલ-2 કેસ
- ઝેબર સ્કૂલ-1 કેસ
- સત્વ વિકાસ સ્કૂલ-1 કેસ
- મહારાજા અગ્રેસન-3 કેસ
- ડીપીએસ સ્કૂલ -1 કેસ
- એચ બી કાપડિયા-1 કેસ
વાલીમંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
શાળાઓમાં કોરોના સંક્રમણ વધતા શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. મંજૂરી વિના જ પૂર્વ પ્રાથમિક શાળાઓ બેરોકટોક ચાલી રહી હોવાની સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જેમાં જુ.કેજી-સી.કેજીમાં દોઢથી પાંચ વર્ષના બાળકોને સાડા ત્રણ કલાક એકત્ર કરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે ચિંતાજનક હોવાનું જણાવ્યું છે. 90 ટકા વિદ્યાર્થીઓ શાળામાં પ્રત્યક્ષ અભ્યાસ કરવા આવે છે. ત્યારે સરકાર એક અઠવાડિયું શાળાઓનું મોનીટરીંગ કરી પગલાં લેવા રજુઆત કરી છે. જેમાં કેસો વધે તો 10 જાન્યુઆરીથી ધોરણ 1થી 5ના વર્ગો બંધ કરવા કરી રજુઆત કરી છે. મોનીટરીંગ કર્યા બાદ કેસો વધે તો ધોરણ 6થી 8ની શાળાઓ બંધ કરવા રજુઆત કરાઈ છે. અને ત્રણ તબક્કામાં મોનીટરીંગ બાદ કેસો વધે તો 9થી 11ની શાળાઓ પણ બંધ કરવા કરી રજુઆત કરી છે.
કોરોના અને ઑમિક્રૉનના કેસો વધતા વાલીઓની ચિંતા વધી છે. સંક્રમણ વધતા ઓફલાઇન વર્ગો બંધ કરવા વાલીઓએ માંગ કરી છે. તકેદારીના ભાગરૂપે ધોરણ 1થી 8ના વર્ગો ઓનલાઇન જ શરૂ રાખવા માંગ કરી છે. સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે તેવી વાલીઓની રજુઆત છે.
* વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment