ભારતીય શેરબજારમાં ગુરુવારે વધઘટ જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે.
નબળા વૈશ્વિક સંકેત છતાં ભારતીય શેરબજારમાં વર્ષ 2021 ના છેલ્લા કારોબારી દિવસની શરૂઆત ધમાકેદાર દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 300 જયારે નિફટી 100 અંક ઉછળ્યા છે. આજે કારોબારની શરૂઆત સેન્સેક્સે 57,849.76 જયારે નિફટીએ 17,244.50 અંક સાથે કરી હતી.
વૈશ્વિક સંકેતો નબળા
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં દબાણ જોવા મળી રહ્યું છે. ગુરુવારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સમાં તેજી પર બ્રેક લાગી છે. ડાઉ જોન્સમાં ગઈકાલે 91 પોઈન્ટની નબળાઈ હતી અને તે 36398 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 25 પોઈન્ટ ઘટીને 15,741.56 પર અને S&P 500 ઈન્ડેક્સ 14 પોઈન્ટ ઘટીને 4,778.73 પર બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં નબળાઈ છે જોકે સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ લીલા રંગમાં દેખાય છે. શાંઘાઈ કમ્પોઝિટમાં પણ તેજી છે.
GST કાઉન્સિલની બેઠક
જીએસટી કાઉન્સિલની આજે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ટેક્સ સ્લેબની સંખ્યા 4 થી ઘટાડીને 3 કરવા પર વિચારણા થઈ શકે છે. બેઠક બાદ નાણામંત્રી બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.
વાયદા બજારમાં તેમની એન્ટ્રી
આજથી AB Capital , IDFC, GNFC, NBCC અને બલરામપુર સુગર સહિત 9 નવા શેરો ફ્યુચર્સ માર્કેટમાં પ્રવેશ કરશે.
JSW Energy
ભારતીય જીવન વીમા નિગમે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન હેઠળ JSW Energyમાં 2.01 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપનીમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો હિસ્સો હવે 7 ટકાથી વધીને 9.01 ટકા થઈ ગયો છે.
FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 30 ડિસેમ્બર ગુરુવારે બજારમાંથી રૂ. 986.32 કરોડ ઉપાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 577.74 કરોડનું રોકાણ કર્યું હતું.
ગુરુવારે બજાર લાલ નિશાનમાં બંધ થયું
ભારતીય શેરબજારમાં ગુરુવારે વધઘટ જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 12 પોઈન્ટ નબળો પડીને 57794 પર બંધ થયો. નિફ્ટી 10 પોઈન્ટ નબળો પડીને 17204 પર બંધ થયો. આઈટી ઈન્ડેક્સ નિફ્ટી પર 1 ટકા વધીને બંધ થયો. મેટલ ઇન્ડેક્સ 1 ટકા ડાઉન હતો. ટોપ ગેઇનર્સમાં HCLTECH, NTPC, INDUSINDBK, TITAN, WIPRO અને DRREDDY નો સમાવેશ થયો જ્યારે ટોપ લૂઝર્સમાં RELIANCE, TATASTEEL, BAJAJFINSV, MARUTI, SUNPHARMA રહ્યા હતા.
વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment