Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Friday, 31 December 2021

કોરોનાની આ વાતને લઈને ગ્રામજનોએ કરાવ્યુ મુંડન, જાણો ક્યાં થયો ‘સામૂહિક મુંડન કાર્યક્રમ’

 


જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે મુંડન કરવામાં આવે છે. પરંતુ ગામમાં કોરોનાની આ ખાસ વાતને લઈને મુંડન કરાવવામાં આવ્યું હતું

કોરોના (Corona) ને લઈને એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.  ગામના 100 જેટલા લોકોએ સામૂહિક મુંડન  કરાવ્યું હતું (Samuhik Mundan). ઢોલ-નગારા સાથે સમગ્ર પ્રસંગની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મધ્ય પ્રદેશ (Madhya Pradesh ) ના નીમચ જિલ્લાના મનસા તાલુકાના ગામના દેવનારાયણ મંદિરે (Devnarayan Temple) થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે ગામના તમામ મંદિરોમાં પહોંચી હતી જેમાં ગ્રામજનોએ તમામ મંદિરોમાં દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરી હતી.

શોભાયાત્રામાં ગ્રામજનો ઢોલના તાલે નાચતા-ગાતા જોવા મળ્યા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો. આ તમામ વસ્તુ કરવા પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે કે કોરોનાની આ બાબતને લઈને આ ગામમાં સામૂહિક મુંડન કરવામાં આવ્યું છે.

ગ્રામજનોએ ભગવાનની પાસે એવી માનતા રાખી હતી કે જો ગામમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ નહીં થાય તો ગ્રામજનો મુંડન કરાવશે.  અહીં કોરોના કાળમાં ગામમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી, આ ખુશીમાં ગ્રામજનોએ સામૂહિક મુંડનનું આયોજન કર્યું. સમગ્ર આયોજનની ખાસ વાત એ હતી કે તેમાં કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ જ્ઞાતિ વર્ગના લોકોએ ભાગ લીધો હતો. સામાન્ય રીતે, જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે મુંડન કરવામાં આવે છે. પરંતુ ગામમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ ન થયું હોવાની ખુશીમાં ગ્રામજનોએ મુંડન કરાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના અંતે દરેક માટે સામૂહિક ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષના છેલ્લા દિવસે કરાવ્યુ મુંડન
ગ્રામજનોએ કોરોનાના સમયગાળા દરમિયાન ગામના દેવનારાયણ મંદિરમાં ભગવાનની માનતા માની હતી કે જો આખા વર્ષમાં ગામનો કોઈ વ્યક્તિ કોરોનાથી મૃત્યુ  નહીં પામે તો ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ પોતાનું મુંડન કરાવશે. આ વર્ષે કોરોનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આ ખુશીમાં વર્ષના અંતિમ દિવસે 31મી ડિસેમ્બરે સૌએ સામૂહિક રીતે મુંડન કરાવ્યું હતું. આ સામૂહિક મુંડન કાર્યક્રમમાં 15 વર્ષના કિશોરોથી માંડીને 70 વર્ષના વૃદ્ધો મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. બધાએ ખુશીથી પોતાનું મુંડન કરાવ્યું અને ભગવાન દેવનારાયણ મંદિરમાં જઈને તેમના આશીર્વાદ લીધા અને તેમનો આભાર માન્યો.

કોરોનાના કેસો વધી રહ્યા છે
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 16,764 દર્દીઓ મળી આવ્યા હતા, ત્યારબાદ કુલ કેસોની સંખ્યા વધીને 34,838,804 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 220 દર્દીઓના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 481,080 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 7,585 લોકો સાજા થયા છે. સમગ્ર દેશમાં સક્રિય કેસની સંખ્યા 91,361 છે

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો



Share:

0 Comments:

Post a Comment

Ads