Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Thursday, 30 December 2021

કૃષ્ણા અભિષેક, ગુરુ રંધાવા સાથે કરશે ફ્લર્ટ?

 


'ધ કપિલ શર્મા શો'ના નવા પ્રોમોમાં ગુરુ રંધાવા અને નોરા ફતેહી ખાસ મહેમાન તરીકે દેખાયા હતા. આ વીકેન્ડ શોમાં તે તેના નવા મ્યુઝિક વીડિયો 'ડાન્સ મેરી રાની'નું પ્રમોશન કરતો જોવા મળશે.

 

કપિલ શર્માનો શો (The Kapil Sharma Show) દરેકને પસંદ છે. તેને ભારતમાં જ નહીં વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે. આ શોના ચાહકો પણ ઘણા દેશોમાં છે. બોલિવૂડ (Bollywood) સેલિબ્રિટીઝ તેમની ફિલ્મો અને મ્યુઝિક વીડિયોના પ્રમોશન માટે આ શોમાં આવે છે.

આ સંદર્ભે પ્રખ્યાત ગાયક ગુરુ રંધાવા (Guru Randhawa) અને ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા. ‘ધ કપિલ શર્મા શો’ના નવા પ્રોમોમાં ગુરુ રંધાવા અને નોરા ફતેહી ખાસ મહેમાન તરીકે દેખાયા હતા. આ વીકેન્ડ શોમાં તે તેના નવા મ્યુઝિક વીડિયો ‘ડાન્સ મેરી રાની’નું પ્રમોશન કરતા જોવા મળશે.

આ દરમિયાન શોના હોસ્ટ કપિલ શર્માએ કહ્યું કે, છેલ્લી વખત જ્યારે નોરા શોમાં હતી, ત્યારે તે ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ના કો-સ્ટાર અજય દેવગણ સાથે આવી હતી અને તે તેની સાથે ખુલીને વાત કરી શક્યો ન હતો. તેણે નોરાને કહ્યું કે “પણ આજે તારી સાથે કોણ આવ્યું છે, આ મારો નાનો ભાઈ છે. જો તમે કહો તો હું એને ચોકલેટ લેવા મોકલવી દઉં.”, આના પર ગુરુ રંધાવા અને નોરા બંને જોરથી હસવા લાગ્યા. આ સાથે સમગ્ર પ્રેક્ષકો પણ હસી હસીને લોટ પોટ થઈ ગયા હતા. ગુરુને તેના ગીત – નાચ મેરી રાની અને ડાન્સ મેરી રાની વિશે ચીડવતા કપિલે પૂછ્યું, શું તમે ગંભીરતાથી ગીતો કંપોઝ કરો છો કે નોરાને મળવાનું બહાનું બનાવી રહ્યા છો?”

કૃષ્ણા અભિષેકે પોતાના કેરેક્ટર સપનાના રૂપમાં એન્ટ્રી કરી અને ગુરુ રંધાવા સાથે ફ્લર્ટિંગની ફરિયાદ કરવા લાગી. કૃષ્ણાએ ગુરુ તરફ ઈશારો કરતા કહ્યુ કે મને એવો કોસ્ચ્યુમ પહેરાવી દીધો છે કે ફ્લર્ટ કરવું પડશે. તેણે નોરા તરફ જોયું અને કહ્યુ અને જે અંદરની આત્મા છે તે આમની સાથે ફ્લર્ટ કરવા માંગે છે. આ વાત સાંભળીને તમામ જોર જોરથી હસવા લાગ્યા.

ક્રૃષ્ણાની એન્ટ્રી પર નોરાનું મોં ખુલ્લુ રહી ગયું હતું. બાદમાં તેણે અને ગુરુએ કીકુ શારદા, રોશેલ રાવ અને અન્ય સાથે ‘ડાન્સ મેરી રાની’ પર ડાન્સ કર્યો. તેમની સાથે બીજા બધા લોકો પણ નાચવા લાગ્યા. તાજેતરમાં નોરાએ તેની યુટ્યુબ ચેનલ પર ‘ડાન્સ મેરી રાની’ના શૂટની પડદા પાછળની તસવીરો શેર કરી છે. તેને સ્ટ્રેચર પર લઈ જવું પડ્યું કારણ કે તેણે મ્યુઝિક વીડિયોમાં તેના એક દેખાવ માટે ફિશટેલ ડ્રેસ પહેર્યો હતો.

* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો

Share:

0 Comments:

Post a Comment

Ads