કેન્દ્રએ કહ્યું છે કે જેમને ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ છે તેમને કોરોના શંકાસ્પદ માનવામાં આવે છે અને કોરોના માટે ટેસ્ટ કરાવવો જોઈએ.
ઓમિક્રોન (Omicron)ના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે (Central Government)રાજ્યોને નવા આદેશ જારી કર્યા છે. કેન્દ્રએ કહ્યું છે કે જેમને ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ છે તેમને કોરોના શંકાસ્પદ દર્દી (Suspicious patient)માનવામાં આવે છે અને કોરોના માટે ટેસ્ટ (corona Test) કરાવવો જોઈએ. કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે ઉધરસ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, સ્વાદ ગુમાવવો, થાક અને તાવ સાથે અથવા તેના વગર ઝાડા થઇ જવા જેવા લક્ષણ કોઈપણ વ્યક્તિમાં મળે તો તેને કોવિડ-19નો શંકાસ્પદ કેસ માનવામાં આવે છે, જ્યાં સુધી કે તેમના ટેસ્ટ બાદ તે નેગેટિવ હોવાનું સાબીત થાય.
પત્ર લખી રાજ્યોને સૂચના આપી
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. વિવિધ સ્થળોએ રાઉન્ડ-ધ-ક્લોક કાર્યરત RAT બૂથ સ્થાપવા, તબીબી અને પેરામેડિકલ સ્ટાફને સામેલ કરવા અને હોમ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવા માટેની પત્રમાં સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ઓમિક્રોનના કેસ નિયંત્રણની બહાર
કેન્દ્ર સરકારે રાજ્યોને આ નિર્દેશ એવા સમયે આપ્યા છે જ્યારે દેશમાં ઓમિક્રોનના મામલા નિયંત્રણની બહાર થઈ રહ્યા છે. દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 1200થી વધુ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 450 અને 320 કેસ છે. કેરળમાં ઓમિક્રોનના 44 નવા કેસ નોંધાયા છે, જે પછી રાજ્યમાં કોરોનાના નવા પ્રકારોની કુલ સંખ્યા 107 પર પહોંચી ગઈ છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે માહિતી આપી હતી.
* વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment