લંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને 106 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ભારતને 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ભારતની અંડર-19 ટીમે (India Under-19 cricket team) આઠમી વખત એશિયા કપ ( Asia Cup) જીત્યો છે. અંડર-19 એશિયા કપની (Under 19 Asia Cup) ફાઈનલ મેચમાં ભારતે (India) શ્રીલંકાને (Sri Lanka) નવ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં લંકાએ (Sri Lanka) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને 106 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમ (Duckworth Lewis rule) હેઠળ ભારતને 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક વિકેટ ગુમાવીને લંક્ષ્યાંક હાંસલ કરવાની સાથે ટુર્નામેન્ટ પણ જીતી લીધી હતી.
વરસાદના કારણે આ મેચ 38 ઓવરની હતી. આ મેચમાં શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી અને તેની પ્રથમ વિકેટ ત્રણ રનમાં પડી ગઈ હતી. આ પછી, શ્રીલંકાની વિકેટો સતત અંતરે પડતી રહી અને અંતે આ ટીમ નવ વિકેટના નુકસાન પર 106 રન બનાવી શકી. વરસાદના કારણે આ મેચમાં 12 ઓવર ઘટાડવામાં આવી હતી. જો આવું ન થયું હોત તો લંકા માટે સંપૂર્ણ 50 ઓવર રમવી મુશ્કેલ બની ગઈ હોત.
ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન
આ મેચમાં ભારતના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી અને નાના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો હતો. અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 56 અને વાઇસ કેપ્ટન શેખ રશીદે 31 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં આઉટ થનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન હરનૂર હતો. તેણે પાંચ રન બનાવ્યા હતા. 102 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 21.3 ઓવરમાં 104 રન બનાવી લીધા હતા.
ભારતીય બોલરોનું ઉત્તમ પ્રદર્શન
ફાઈનલ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાની ટીમને 106 રનમાં જ સમેટી દીધી હતી. ભારત તરફથી વિકી ઓસ્તવાલે ત્રણ, કૌશલ તાંબેએ બે અને રાજ બાવા, રવિ કુમાર, રાજવર્ધનને એક-એક વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રીલંકાના એક બેટ્સમેન રન આઉટ થયો હતો.
શ્રીલંકાની નબળી બેટિંગ
શ્રીલંકાની ટીમ આ મેચમાં ખરાબ શરૂઆતમાંથી બહાર નીકળી શકી ન હતી અને 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યા નહોતા અને છ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. શ્રીલંકા તરફથી રોડ્રિગે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. શ્રીલંકાની પ્રથમ વિકેટ માત્ર ત્રણ રનના સ્કોર પર પડી હતી.
ભારતના રવિ કુમારે શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો હતો. ચામિન્દુ વિક્રમસિંઘે બે રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રાજ બાવાએ 15ના સ્કોર પર શ્રીલંકાને બીજો ઝટકો આપ્યો હતો. તેણે ચેવન ડેનિયલ્સને આરાધ્યા યાદવના હાથે કેચ કરાવ્યો. ડેનિયલ માત્ર છ રન બનાવી શક્યો હતો. આ પછી કૌશલ તાંબેએ અંજલા બંદરાને એલબીડબ્લ્યુ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. તે નવ રન બનાવી શક્યો હતો.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment